છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ગામની શોભામાં અભિવૃદ્ધિ કરતા નગરના નવ નિર્મિત પ્રવેશ દ્વારનું લોકાર્પણ સહ NRI એવા પ્રવેશદ્વારના નિર્માણ દાતાના ઋણ સ્વીકારના ભવ્ય કાર્યક્રમનું સાંસદ અને ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. પાવીજેતપુર નગરની કાયા પલટ માટે જેનો સિંહ ફાળો રહ્યો છે અને શ્રેષ્ઠ સરપંચના એવોર્ડથી સન્માનિત એવા પાવીજેતપુરના યુવા અને ઉત્સાહી એવા અંકિતભાઇ ઉર્ફે મોન્ટુ શાહ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાવીજેતપુર ગામની શોભા અને નાક શમાં ઐતિહાસિક, જેતપુર ગ્રામ પંચાયત દ્વારા પ્રવેશ દ્વારનું હાલ ફ્લોરિડા, અને અમેરીકા નિવાસી શ્રી મહેશકુમાર રમણલાલ શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શ્રી સાર્વજનિક હાઇસ્કૂલમાં મહેશકુમાર રમણલાલ શાહનો “ઋણ સ્વીકાર સમારોહ” યોજાયો હતો. પાવીજેતપુર ગ્રામપંચાયત દ્વારા નગરની ગલીઓ થી લઇ રોડ રસ્તાને સાફ સફાઇ કરી લાઇટિંગથી સજ્જ કરી ઝગમગાટ શણગાર કરવામાં આવ્યું હતું.
પ્રવેશ દ્વાર થી શ્રીમતી વી.આર. શાહ સાર્વજનિક હાઇસ્કુલ સુધી આદિવાસી નૃત્ય સાથે ગ્રામજનો દ્વારા NRI “Mike Shah” અને તેમના પત્ની રશ્મિશાહ દાતા શ્રીનુ ફુલહાર અને પુષ્પગુચ્છ થી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. શ્રીમતી વી.આર. શાહ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે તેમના દ્વારા આપયેલ લગભગ 51 લાખ જેટલી માતબર રકમથી બનેલ “સ્માર્ટ ક્લાસ” ની તકતીનું પણ તેમના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. જ્યારે શિયાળાની ઋતુ હોય 800 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને “ધાબળા વિતરણ” કરવામાં આવ્યા હતા.

આ લોકાર્પણમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઇ રાઠવા સાથે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા , ભાજપ જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઇ રાઠવા , જિલ્લા પંચાયત કારોબારી પૂર્વ કારોબારી અધ્યક્ષ ઉમેશભાઇ રાઠવા સાથે પાવી જેતપુર ગામનાં આગેવાનો નગરજનો નાનાભુલકાઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

