ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે વિવિધ જનજાગૃતિ કાર્યો નું આયોજન કરાયું. —————————————ભાવનગર 13 ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા સમાજ માં અંગદાન માટે જાગૃતિ આવે તે માટે અલગ અલગ કાર્યક્રમો નું આયોજન કરવા માં આવેલ છે.ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા કિડની ના રોગ થી પીડાતા દર્દીઓ ને સારવાર માં માર્ગદર્શન અને મદદ ઉપરાંત વર્ષ દરમ્યાન અંગદાન જાગૃતિ અને કિડની રોગો થી બચવા માટે જાગૃતિ કાર્યક્રમો નું આયોજન કરવા માં આવે છે તેમજ બીપી અને ડાયાબીટીસ ના તપાસ કેમ્પો નું પણ આયોજન કરવા માં આવે છે. કિડની ના રોગો થી પીડાતા દર્દીઓ ને જરૂરિયાતમંદ દર્દીઓ ને દવા, ડાયાલાઈઝર ની મદદ ઉપરાંત કાઉસેલિંગ પણ કરવા માં આવે છે.વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે તા.13 ના રોજ લોકો માં જાગૃતિ આવે તે હેતુ થી સાંજે 5 થી 7 દરમ્યાન ઘોઘાગેટ ખાતે પત્રિકા વિતરણ અને સંકલ્પપત્રો ભરવા માં આવશે સાંજે 4 કલાકે ટી.બી.જૈન ગલ્સ સ્કૂલ ખાતે થી વિધાર્થીઓ ની જનજાગૃતિ પ્રચારરેલી અને પત્રિકા વિતરણ કરવા માં આવશે. લોકો માં જાગૃતિ આવે તે હેતુ થી સાંજે 4 થી 7 કલાક દરમ્યાન બીપી અને ડાયાબિટીસ નો તપાસ કેમ્પ કરવા માં આવશે. લોકો માં અંગદાન માટે જાગૃતિ આવે તે હેતુ થી વ્યકિત નું બ્રેન ડેડ થાય ત્યારે અંગદાન નો નિર્ણય લઈ ને અન્ય ને અંગો થકી જીવન દાન આપી શકે છે. રિપોર્ટ નટવરલાલ ભાતિયા
