Gujarat

કાછડીયા પરિવાર ના મોભી બાલાભાઈ નુ ઇન્ડિયન રેડક્રોસ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક ને નેત્રદાન અને દેહદાન અર્પણ

કાછડીયા પરિવાર ના મોભી બાલાભાઈ નુ ઇન્ડિયન રેડક્રોસ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક ને નેત્રદાન અને દેહદાન અર્પણ

સુરત બાલાભાઈ પોપટભાઈ કાછડીયા ગામ બગદાણા ના વતની હાલ સુરત નુ અવસાન થતા પરિવારે નેત્રદાન દેહદાન આપવાનો નો નિર્ણય લીધો.
પત્ની ચંપાબેન બાલાભાઈ કાછડીયા પુત્રો રત્નો અને પુત્રવધુ
પૌત્ર રત્નો સહિત સમગ્ર કાછડીયા પરિવાર તરફ થી દાદાના અમૂલ્ય દેહને આવનારી પેઢીના સુખકારી ભવિષ્ય માટે તેમજ સમગ્ર વિશ્વની માનવ જાતી ના કલ્યાણ માટે ચક્ષુદાન તથા દેહદાન કરવામાં આવેલ છે. બગદાણા ગામ ના સ્વજનો ની ઉપસ્થિતિ મા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી શાખા દ્વારા દેહદાન પારુલ મેડિકલ કોલેજ વડોદરા ખાતે મોકલી આપેલ છે. દેહદાન પહોંચાડવા જીતુભાઈ કિહલા એ સેવા આપી.દેહદાન તબીબી મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને શરીર ની આંતરિક રચના ના અભ્યાસ તેમજ સંશોધન માટે ખૂજ જ જરૂરી હોય છે. દિનેશભાઈ જોગાણી એ ઉપસ્થિત લોકો ને નેત્ર દાતા, દેહદાતા અંગદાતા ના સંકલ્પી બનાવા અપીલ કરી હતી તેમજ કાળી કીકી ના કારણે અંધત્વ ભોગવતા લોકોને ને ફરી ડ્રસ્ટ્રીવાન બનાવા માટે સૌ સેતુ બની માનવતા ના કાર્ય મા સહયોગ આપે તો ભારત કોર્નિયલ અંધત્વ મુક્ત બને આવા જાગૃત પરિવાર ની પ્રેરણા લઈ અન્ય પરિવાર પણ નેત્રદાન દેહદાન અંગદાન કરે તો માનવતા ના કાર્યો ને વેગ મળે અને જરૂરિયાત મંદ લોકો ની તકલીફ મા મદદરૂપ થવાય.ગુજરાત સૌરાષ્ટ્ર અને બગદાણા પૂજ્ય બજરંગ દાસ બાપા ના બગદાણા ના કાછડિયા પરિવાર પ્રેરણાત્મક કાર્ય બદલ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250801-WA0086-2.jpg IMG-20250801-WA0084-0.jpg IMG-20250801-WA0085-1.jpg