Gujarat

સાવરકુંડલા તાલુકાની ડેડકડી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં બ્લોચ સમાબેનનું ઈનોવેશન તાલુકા જિલ્લા અને ઝોનલ કક્ષાએ પણ પ્રથમ આવતાં સાવરકુંડલા બીઆરસી કો. ઓ. વિપુલભાઈ દુધાત દ્વારા હાર્દિક શુભકામનાઓ સાથે રાજ્ય કક્ષાએ પણ સાવરકુંડલા તાલુકાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી

જીસીઈઆરટી આયોજિત ૧૦મો ઇનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૫માં પહેલા તાલુકા પછી જિલ્લા અને અત્યારે ઝોન લેવલે સાવરકુંડલા તાલુકાના ડેડકડી પ્રાથમિક શાળામાં (સરકારી) મ. શી તરીકે ફરજ બજાવતાં સમાબેન બ્લોચનું ઈનોવેશન પ્રથમ નંબરે આવેલ. આ  ઇનોવેશનનું નામ છે MATHS WITH 3-S SONGS SLATE AND SMART CLASS જેમાં. એંસી જેટલા અધ્યયન નિષ્પતિના આધારે તમામ ત્રણ થી આઠ ધોરણના સરળ અને કઠિન બિંદુને ધ્યાનમાં લઈને સોન્ગ્સ બનાવ્યા છે ક્લાસની અંદર એન્ટર થતાં જ સોંગ ગાવાના અને ચેપ્ટરની શરૂઆત કરવાની ત્યારબાદ જૂની પદ્ધતિને ફરીથી જનરેટ કરી સ્લેટનો ઉપયોગ કરીને દાખલા ગણવાના જેથી ચેક થતી નથી અક્ષરો સારા થાય છે
બુક બગડતી નથી અને સારી રીતે મહાવરો થાય છે ત્યારબાદ નવી પદ્ધતિ દ્વારા ડિજિટલ પદ્ધતિના ઉપયોગથી બાળકો પ્રશ્નોત્તરી વખતે ક્યુઆર કોડ બનાવશે અને અઘરામાં અઘરા પ્રશ્નો પોતે જ બનાવશે જેના કારણે તેનું મૂલ્યાંકન આપો આપ થઈ જશે આમ શરૂઆતથી લઈને અંત સુધીની સોંગથી લઈને સ્માર્ટ ક્લાસ સુધીની પ્રક્રિયાનું એક ગણિતનું ઇનોવેશન કરેલ છે
 
જેમાં સમાબેનનું આ ઈનોવેશન ઝોન લેવલમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ એ   બદલ સાવરકુંડલા બીઆરસી કો.ઓ.વિપુલભાઈ દુધાત દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ.  તાલૂકા અને જિલ્લાનો અમરેલી ખાતે ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો હતો અને ઝોન લેવલનો ઇનોવેશન ફેસ્ટિવલ જામનગર દરેડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનખાતે યોજાયેલ હતો. આમ સમાબેને ઝોનલ કક્ષાએ તો સાવરકુંડલા તાલુકાનું નામ ગુંજતું કરી દીધુ. હવે રાજ્ય કક્ષાએ પણ આવી ઝળહળતી સફળતા મળે એવા શુભાશિષ
બિપીન પાંધી સાવરકુંડલા