કલેકટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને સ્પેશિયલ પ્રોજેકટ અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં જુદા જુદા અગત્યના પ્રોજેકટની ચર્ચા કરવામાં આવી હતી. જે પૈકી ઘંટેશ્વર પરાપીપળીયા એઈમ્સ જવાના રસ્તે લોકોને અગવડતા ન પડે તે માટે સરકારશ્રી દ્વારા રૂ.૪૦.૦૦ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું કામ મંજુર કરવામાં આવ્યું હતું, તેની સમીક્ષા કરવામાં આવી હતી.
કલેકટરશ્રીએ મહુવા, સાવરકુંડલા, બગસરા, વડિયા, જેતપુર ધોરીમાર્ગ, ઉપલેટા-કોલકી-મોટી પાનેલી બાયપાસ, ધોરાજી-જામકંડોરણા-કાલાવડ હાઈ-વે, રાજકોટ શહેરમાં જામનગર રોડ પર હયાત સાંઢિયા પુલના ડિસમેન્ટલની કામગીરી, પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રીના ક્વાર્ટર્સ તથા તાલુકા મથકે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની ચર્ચા કરવામાં આવી હતી.