Gujarat

ગીર સોમનાથમાં તમાકુ, તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાનોમાં તપાસ

ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા તાલાલા અને કોડીનાર ખાતે તમાકુ અને તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ અંતર્ગત COTPA-2003 એક્ટની કલમ 6(અ) અન્વયે “18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુ કે તમાકુની બનાવટ વેચવી તે ગુનો બને છે” ચેતવણી દર્શાવતા બોર્ડ તમાકુ કે તમાકુની બનાવટ વેચનાર દુકાનદારે બોર્ડ લગાવવાનું ફરજીયાત હોય છે, પણ જિલ્લામાં કેટલાક દુકાનદારો દ્વારા ચેતવણીના બોર્ડ લગાવવામાં આવેલા નહોતા.

આ ટીમ દ્વારા જિલ્લાની જુદી-જુદી જગ્યાએ સઘન તપાસ કરી ચેતવણી દર્શાવતા બોર્ડ ન લગાવતા નિયમોનું ઉલ્લઘન કર્યું હોવાનું માલૂમ પડ્યું હતું.

જેથી કલમ 6(બ) મુજબ શૈક્ષણિક સંસ્થાની 100 વારની ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની બનાવટ વેચવી ગુનો બને છે છતાં પણ અમુક દુકાનો શૈક્ષણિક સંસ્થાની 100 વારની ત્રિજ્યામાં તમાકુની કે તમાકુની બનાવટ વેચતા દુકાનદારો પાસેથી દંડ વસૂલ કરાયો હતો.

ફૂડ એન્ડ ડ્રગ વિભાગ માંથી પી.બી. સાવલિયા, આરોગ્ય વિભાગ માંથી ડી.જે.વ્યાસ, એન.જે. મહેતા, દિલીપ ભાઈ બારડ, પાતરભાઈ અને પોલીસ દ્વારા આ કાર્યવાહી દરમિયાન 40 કેસ કરી કુલ રૂ. 7,140નો દંડ વસૂલાયો હતો.