૩૮ વર્ષથી ચાલી આવતી ફાગણ શુદ તેરસની યાત્રા તા. ૧૨ માર્ચને બુધવારના રોજ યોજાશે
ઢંકગિરી તીર્થોદ્વારિકા ‘સાધ્વી રત્ન’ ગુરુવર્યાશ્રીજી પૂ. ચારુવ્રતાશ્રીજી મ.સા. પ્રેરીત ૩૮ વર્ષથી ચાલી આવતી યાત્રા ફાગણ શુદ ૧૩, તા. ૧૨.૩.૨૫ ને બુધવાર સવારે પાટણવાવ ગામમા જૈન મંદિરેથી શરૂ કરી પીરની જગ્યાએ થઈ રાયણ પગલા થઈ શાન્તિસ્નાત્રમય જિનાલય તથા ઋષભકૂટ જિનાલયે ભકિત કરી ભીમકુંડ થઈ ડેડકીયુ તળાવ થઈ નીચે ઉતરવાનુ રહેશે.
આજના મહાન દિવસે કૃષ્ણ મહારાજાના પુત્ર નમી અને વિનમી સાડા આઠ કરોડ સાથે આ જ ગિરીરાજ ઉપર મૂકિત પદને પામેલ છે. આવા મહાન દિવસે આપણે પણ આ તીર્થની યાત્રા કરી ભવોભવના ફેરા ટાળવા કટિબદ્ધ બનીએ. નીચે ઉતર્યા બાદ પાલની વ્યવસ્થા રાખેલી છે. આ તીર્થ યાત્રામાં શ્રાવકોને જોડાવવા શ્રી ઓશમ જૈન ટેમ્પલની યાદીમાં જણાવ્યું છે.