Gujarat

જૈન આચાર્ય લોકેશજીને લંડનમાં પ્રતિષ્ઠિત ‘ઇન્ટરનેશનલ પીસ અવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા

જૈન આચાર્ય લોકેશજીને લંડનમાં પ્રતિષ્ઠિત ‘ઇન્ટરનેશનલ પીસ અવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા

ન્યુક્લિયર હથિયારો, યુદ્ધ અને હિંસાથી મુક્તિ વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે આવશ્યક છે – આચાર્ય લોકેશજી

આચાર્ય લોકેશજીનું વિશ્વ શાંતિ અને સમરસતાના ક્ષેત્રમાં અદ્દભુત યોગદાન છે – ડૉ. અગરવાલ

‘ન્યુક્લિયર નિસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ વિશ્વ માટેનું આંતરરાષ્ટ્રીય માર્ચ’ એક પ્રશંસનીય પ્રયત્ન છે – સ્વામી જ્ઞાનાનંદ

વિશ્વ શાંતિ અને સમરસતા સ્થાપવું એ એક સંયુક્ત જવાબદારી છે – રાજરાજેશ્વર ગુરુજી

ઈંગ્લેન્ડ વિશ્વ શાંતિ દૂત આચાર્ય લોકેશજીને લંડનમાં આયોજિત “ન્યુક્લિયર નિસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ વિશ્વ માટેનું આંતરરાષ્ટ્રીય માર્ચ” દરમ્યાન ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ જ્યુરિસ્ટ્સ દ્વારા પ્રતિષ્ઠિત “ઇન્ટરનેશનલ પીસ અવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા. નોબેલ પારિતોષિક વિજેતા આધ્યાત્મિક ગુરુ હિઝ હોલિનેસ દલાઈ લામા અને માલાલા યુસુફઝાઈને પણ લંડનના હાઈડ પાર્કમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે ગીતા મનીષી સ્વામી જ્ઞાનાનંદજી મહારાજ સનાતન ભૂષણ પૂજ્ય રાજરાજેશ્વર ગુરુજી આઇ.સી.જે.ના પ્રમુખ ડૉ. આદિશ અગરવાલ, મહાવીર ફાઉન્ડેશન યુ.કે.ના પ્રમુખ નીરજ સુતારિયા ઉપપ્રમુખ મુકેશ કપાશી સહિત ઘણા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ આ પ્રસંગે જણાવ્યું કે સંત સન્માન અને અપમાનથી પર હોય છે, છતાં આ પુરસ્કારે મારી જવાબદારી વધારી છે. આચાર્ય લોકેશજીએ કહ્યું કે વિશ્વ શાંતિ અને વિશ્વના લોકોના કલ્યાણ માટે ન્યુક્લિયર હથિયારો, યુદ્ધ અને હિંસાથી દૂર રહેવું જરૂરી છે. દરેક દેશના રાજ્યપ્રમુખો આધ્યાત્મિક નેતાઓ અને સામાજિક કાર્યકરોને એકત્રીત થઈ વિશ્વ શાંતિ માટે પ્રયત્ન કરવો જોઈએ. ગુરુગ્રામ, ભારતમાં બનાવાયેલું નવું વર્લ્ડ પીસ સેન્ટર આ લક્ષ્યો હાંસલ કરવા માટે કાર્યરત છે.
આઇ.સી.જે.ના પ્રમુખ ડૉ. આદિશ અગરવાલે જણાવ્યું કે આચાર્ય ડૉ. લોકેશ મુનીજીને વૈશ્વિક શાંતિ આંતરધાર્મિક સમરસતા અને અહિંસાના ક્ષેત્રમાં સંવાદ આધ્યાત્મિક નેતૃત્વ અને માનવતાવાદી સેવા દ્વારા સમુદાયો વચ્ચે પરસ્પર સમજણ વિકસાવવા અને કરુણા સહનશીલતા અને વિશ્વભાઈચારા પર આધારિત શાંતિપૂર્ણ વિશ્વની પ્રેરણા આપવા માટેના અસાધારણ યોગદાન બદલ ‘ઇન્ટરનેશનલ પીસ પ્રાઇઝ’થી સન્માનિત કરવામાં આવ્યા છે.ગીતા મનીષી સ્વામી જ્ઞાનાનંદજી મહારાજે જણાવ્યું કે વિશ્વ શાંતિ, અહિંસા અને આંતરધાર્મિક સમરસતા માટે અવિરત પ્રયત્નો કરવાની જરૂર છે. યુદ્ધ, હિંસા અને ન્યુક્લિયર ખતરાથી પીડાતા વિશ્વના લોકોને આ મંચ દ્વારા શાંતિ અને સમરસતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે, જે પ્રશંસનીય છે.સનાતન ભૂષણ પૂજ્ય રાજરાજેશ્વર ગુરુજીએ જણાવ્યું કે વિશ્વ શાંતિ અને સમરસતા સ્થાપવું એ એક સંયુક્ત જવાબદારી છે જેમાં શિક્ષણ, સમજણ, ગરીબી દૂર કરવી, માનવ અધિકારોનું રક્ષણ, શાંતિપૂર્ણ વિવાદ નિરાકરણ અને મજબૂત આંતરરાષ્ટ્રીય સહકારનો સમાવેશ થાય છે.મહાવીર ફાઉન્ડેશન યુ.કે.ના પ્રમુખ નીરજ સુતારિયા અને ઉપપ્રમુખ મુકેશ કપાશીએ જણાવ્યું કે વ્યક્તિગત સ્તરે સહનશીલતા, કરુણા, અહિંસા અને ક્ષમાશીલતા જેવા ગુણોને આચરણમાં મૂકવા જરૂરી છે.લક્ષનીય છે કે નાગાસાકી પર પરમાણુ બોમ્બ વિસ્ફોટની ૮૦ મી વર્ષગાંઠે લંડનના હાઈડ પાર્કમાં આયોજિત આ શક્તિશાળી અને શાંતિપૂર્ણ પ્રદર્શનનો હેતુ ન્યુક્લિયર હથિયારોના વિનાશકારી પરિણામોનો વિરોધ કરવાનો હતો. સાંસદો, વ્યવસાયિક નેતાઓ, સામાજિક કાર્યકરો, ન્યાયાધીશો, વકીલો, બેરિસ્ટરો, ટેક્નોક્રેટો, વૈજ્ઞાનિકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, સૈનિકો અને અન્ય લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી અને આ અભિયાનને સમર્થન આપ્યું. રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250812-WA0097.jpg