Gujarat

જલ હૈ તો કલ હૈ” સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ સખીયાને ગારડી એવોર્ડ એનાયત.

“જલ હૈ તો કલ હૈ” સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ સખીયાને ગારડી એવોર્ડ એનાયત. —————————————-
રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને સમાજ પ્રત્યેની જવાબદારી, પર્યાવરણ, સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ સખીયાને ગારડી એવોર્ડ એનાયત. જેમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારી સંસ્થાઓને સન્માન કરવામાં આવ્યુ હતું.સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી વૃધ્ધાશ્રમ”દીકરાનું ઘર“ ના ટ્રસ્ટી શ્રીઓ મુકેશભાઈ દોશી કિરીટભાઈ આદ્રોજા વલ્લભભાઈ સતાણી પ્રતાપભાઈ પટેલ અનુપમભાઈ દોશી નલીનભાઈ તન્ના સુનીલભાઈ વોરા ધીરુભાઈ રોકડ ઉપેનભાઈ મોદી રાકેશભાઈ ભાલાળા હરેશભાઈ પરસાણા અશ્વિનભાઈ પટેલ ધર્મેશભાઈ જીવાણી શૈલેશભાઈ જાની ગૌરાંગભાઈ ઠક્કર ડૉ.મયંકભાઈ ઠક્કર વિરાભાઈ હુંબલ સંજયભાઈ દવે અજયભાઈ પટેલ વગેરે મહાનુભાવોના વરદ હસ્તે સન્માનિત ગારડી એવોર્ડ સ્વીકારતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ સખીયા પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા રમેશભાઈ ઠક્કર, ગોપાલભાઈ બાલધા, ભરતભાઈ ટીલવા હરીશભાઈ લાખાણી મુકેશભાઈ પાબારી મનીષભાઈ મદેકા અમુભાઈ ભારદીયા, પ્રવીણભાઈ ભુવા ડૉ. દેવાંગીબેન મૈયડ વગેરે.
“जल है तो कल है” એ સૂત્ર ને સાર્થક કરતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ની કાર્ય પધ્ધતિ લોકો વધુ માં વધુ અપનાવા લાગ્યા છે. ભવિષ્યમાં પાણી બાબતે તકલીફ ન પડે તેના માટે વર્તમાન કાળ માં વરસાદનું શુદ્ધ પાણી બચાવવા સંપૂર્ણ આત્મનિર્ભર બની રહ્યા છે. કારણ કે આપણે ગયા વર્ષો માં અનુભવેલ છે કે અઢળક વરસાદ પડે છતાં પણ દિલ્હી, બેંગ્લોર, જેવી હાલત ન થાય. હાલમાં ભારત અને પાકિસ્તાન ની વચ્ચે વર્ષો પહેલા સિંધુ નદી બાબતે સમજુતી થયેલ તે અનુસંધાન માં આજે પાકિસ્તાન વધુ ભાગે ભારત માંથી આવતી સિંધુ નદી નું પાણી બંધ થાય તો પાકિસ્તાન આખો દેશ પાણી વગર તરસી જાય. આજ રીતે ખાસ વાત કરીએ તો સૌરાષ્ટ્ર માં સરેરાશ ૪૦ થી ૫૦ ઇંચ વરસાદ પડે તો પણ વધારે પડતા નર્મદા ના પાણી પર આધારીત રહેવું પડે છે. તો આપણે ત્યાં વરસતા વરસાદ ના પાણી નું યોગ્ય જતન કરી અને સંપૂર્ણ સ્વાવલંબી બનીએ તો ક્યારેય પાણી માટે વલખા ન મારવા પડે કે દુષ્કાળ નો સામનો ન કરવો પડે.
તેથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગામડે ગામડે ખેડૂતો ને અને શહેર માં દરેક સોસાયટીઓ માં પાણી નું યોગ્ય જતન થાય તેના માટે ઉદ્યોગપતિઓ અને દાતાઓને સાથે રાખીને મીટીંગો નું આયોજન કરી સમજણ આપવામાં આવે છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં અનેક ચેકડેમ રીપેરીંગ, ઊંડા, ઊંચા તેમજ નવા બનાવેલ અને બોર રીચાર્જ કરેલ છે. ૧૧૧૧૧૧ ચેકડેમ,રીચાર્જ બોર,ખેત તલાવડી કરવાનો સંકલ્પ કરેલ છે. તેમાં વધુ માં વધુ લોકો જોડાઇ તો પાણી પ્રશ્ન જલ્દી હલ થાય.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250812-WA0100-0.jpg IMG-20250812-WA0101-1.jpg