ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મહેમદાવાદ તાલુકામાં સ્કૂલ એક્રેડિટેશન (ગુણોત્સવ 2.0) 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંતર્ગત તાલુકાની 170 શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
મૂલ્યાંકનમાં કાચ્છઈ ક્લસ્ટરની ઝાલાપુરા પ્રાથમિક શાળાએ સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
સ્કૂલ એક્રેડિટેશન દરમિયાન અધ્યાપન-અધ્યયન, શાળા વ્યવસ્થાપન અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સંસાધનોનો ઉપયોગ અને રાજ્ય દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શાળાની ભાગીદારી અને પરિણામની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

પરિણામોમાં 4 શાળાઓને A** ગ્રેડ, 18 શાળાઓને A* ગ્રેડ, 144 શાળાઓને B ગ્રેડ અને 4 શાળાઓને C ગ્રેડ પ્રાપ્ત થયો છે.
આ પરિણામ અગાઉના વર્ષની તુલનામાં વધુ સારું રહ્યું છે. તાલુકા અને જિલ્લા શિક્ષણ પરિવાર તરફથી તમામ શાળા પરિવારને આ સિદ્ધિ બદલ અભિનંદન આપવામાં આવ્યા છે.

