જામનગર શહેરમાં રહેતા અને બેંકના કર્મચારી યુવાને કૌન બનેગા કરોડપતિમાં ભાગ લઈ 12.50 લાખ રૂપિયાની જીત મેળવી છે. જામનગરના યુવાનની સિદ્ધિ આભને આંબી છે. દીપકભાઈ જાદવ નામના યુવાન બેંક કર્મચારી છે તેઓ જામનગરની બેન્ક ઓફ બરોડા માં ફરજ બજાવે છે અને તેમના પિતા પણ નિવૃત બેન્ક કર્મચારી છે.
લાંબા સમયની મહેનત બાદ જામનગરના દીપકભાઈ સોમવારે કોન બનેગા કરોડપતિના એપિસોડમાં હોટ સીટ પર જોવા મલ્યા હતા. કેબીસીમાં પહોંચવા માટે ઘણા બધા સ્ટેજ હોય છે. જેમાં સૌપ્રથમ 15 થી 17 સવાલ પૂછવામાં આવે છે જેના જવાબ આપ્યા બાદ તમે ગ્રાન્ડ ઓડિશન માટે લાયક બનો છે.
ગ્રાન્ડ ઓડીશન આપ્યા બાદ તેમાં જો સફળ થાય તો ઓડીશન માટે મુંબઈ બોલાવે છે. જેમાં હજારો લોકો હોય છે અને આ સ્થળે ભયંકર હરિફાઈ હોય છે. જે હરીફાઈમાં સફળ થયા બાદ 20 માર્કસની ટેસ્ટ હોય છે. તેમાં પણ નિપુણ હોય તો પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવાઈ છે. પર્સનલ ઇન્ટરવ્યૂ બાદ હોટ શીટ પર બેસવા આમંત્રિત કરવામાં આવે છે.