ગમાપીપળીયા માં જન્માષ્ટમી નિમીતે પંરપરાગત શોભાયાત્રા યોજાય
બાબરા ગમાપીપળીયામાં જન્માષ્ટમી નિમીતે ઉજવણી સાથે શોભાયાત્રા બાબરાના ગમા પીપળીયા ગામમાં ગીતાના ગાનાર કૃષ્ણ ભગવાનના જન્મદિન નિમીતે બપોર પછી ભગવાન કૃષ્ણની પ્રતિકૃતિ સાથે આખા ગામમાં શોભાયાત્રા ફેરવવામાં આવી જન્માષ્ટમીના દિવસે તા.૧૬-o૮-૨૦૨૫ને શનિવારે બપોર પછી ટ્રેક્ટરમાં નાળીયેરીના પાનથી રથ શણગારી ચોરાના પુજારી, ગ્રામ ભાવિ ભકતો દ્વારા ગામમાં ધામધુમથી ૨થ સાથે તબલાના તાલે,મંજીરાના નાદે પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે શોભાયાત્રા સાથે શેરી વળાવી સજજ કરૂ હરી આવોને.વગેરે ધુન, કીર્તન, ઝીલળીયા ગાતા ગાતા ગામમાં ફરી વળ્યા.અને ગામલોકોએ કૃષ્ણના દર્શન કર્યા.તેમજ સાંજે ધુન, ભજન રાખવામાં આવેલ. અને રાત્રે ૧૨.૦૦ વાગ્યે કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવી અને જય કનૈયાલાલકી, હાથી ઘોડા પાલકી, નંદ ઘેર આનંદ ભયો બોલી પ્રસાદ લઈ આનંદ અનુભવ્યો.
ગમાપીપળીયામાં જન્માષ્ટમી નિમીતે ઉજવણી સાથે શોભાયાત્રા યોજાય હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા