સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામના જયંતિભાઈ ચાંદગઢીયા છેલ્લા ચાલીસ વર્ષથી પોતાના ખેતરની દેશી શેરડીનો રસ કાઢી અને સંપૂર્ણ દેશી બનાવટ સાથે સ્વાદિષ્ટ ગોળ બનાવે છે. ગુજરાતીમાં કહેવત છે કે ગોળ વિના મોળો કંસાર અને મા વિનો સુનો સંસાર આપડી સંસ્કૃતિમાં ખાંડ નહીં પરંતુ વર્ષોથી ગોળનો ઉપયોગ થાય છે. હજુ પણ આજના આધુનિક યુગમાં ગોળ ધાણા ખાઈને જ શુભ કાર્યનો પ્રારંભ થાય છે.

અને ગુજરાતી બનાવટ લાપસી અરે આપડાં ગણેશ ચતુર્થી નિમિત્તે બનાવતાં ઘીથી લથપથ ચુરમાના લાડવામાં પણ ગોળનો જ ઉપયોગ થાય છે. આમ ગોળ એ ભારતીય સંસ્કૃતિમાં અનેરું મહત્વ ધરાવે છે. પહેલાના જમાનામાં લોકો ઘી ગોળ ખાઈને તહેવાર ઉજવવતાં અને ઘી ગોળના સેવનથી જ શરીરને આરોગ્યપ્રદ રાખતાં.

હવે વાત કરવાની છે.અરે પ્રસુત્તા ને પણ ઘી ગોળનો શિરો સુખડી અને કાટલું ખવરાવવામાં આવે છે. ત્યારે સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે રહેતા જયંતીભાઈ ચાંદગઢીયા એક સીધા સાદા ખેડૂત અને ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખવાનો ભરપૂર પ્રયાસ કરતાં જોવા મળે છે. પોતાના સંતાન સુરત વસે છે પરંતુ પોતે *”આ કરજાળું ભલું આ મારું ગામ ભલું એમ સમજીને”* માત્ર દસ વિઘા ખેતીલાયક જમીનમાં શેરડી ઉગાડી અને ગોળ બનાવે છે. સમગ્ર કરજાળા ગામમાં એના ગોળનો સ્વાદ સંપૂર્ણ અલાયદો જોવા મળે છે

એમના બનાવેલ ગોળની ખરીદી સાવરકુંડલા, રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા જેવા શહેરોના અનેક લોકો ખરીદી કરે છે અને લગભગ આઠસો નવસો મણ કરતા વધુ ગોળ ઘરબેઠાં ચપોચપ વેચાઈ જાય છે. તેના ગ્રાહકો વાડીએ આવીને ખરીદી જાય છે તો વળી કોઈ ગ્રાહક ફોન દ્વારા પણ તેનો ગોળ મંગાવે છે.

એક વખત આ કરજાળાના જયંતીભાઈ ચાંદગઢીયાના ખેતરની મુલાકાત લઈને તેની વાડીમાં બનેલ દેશી ગોળની ખરીદી કરવા જેવી ખરી. વળી જયંતીભાઈનો આતિથ્ય સત્કાર પણ નોંધનીય છે… અહીં તેની વાડીએ આવેલ કોઈ પણ વ્યક્તિને આતિથ્ય સત્કાર એટલે કોઈ પણ આવે તેને શેરડીનો રસ પાયા વગર પોતાની વાડીએથી જવા દેતા નથી અને હેતથી અને પ્રેમથી ફરી આવજો સહપરિવાર એવો આગ્રહ પણ કરતાં જોવા મળેલ છે. આજના યુગમાં ડાયાબીટીસ જેવી ગંભીર બીમારી હોય તો ખાંડ ખવાય નહીં.. જો કે આમ ગણીએ તો ખાંડ એ ધીમુ ઝેર સમાન ગણાય. તો ગોળ તો અમૃત સરીખો છે.
બિપીન પાંધી સાવરકુંડલા

