આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા ગૌરવ અગ્રવાલ મદદનિશ પોલીસ અઘિક્ષક,બોડેલી ડીવીઝન બોડેલી છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જિલ્લામાં નાસતા-ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તથા રાજ્ય બહારના નાસતા-ફરતા આરોપીઓને ધરપકડ કરી અસરકારક કામગીરી કરવાની ડ્રાઇવ રાખેલ હોય.
જે આઘારે એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટર તથા કે.કે.સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન અને સુપર વિઝન હેઠળ નાસતા-ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તથા રાજ્ય બહારના નાસતા-ફરતા આરોપીઓને ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે આધારે હે.કો મિતેશભાઇ જટડાભાઇ બ.નં.૯૮૩ તથા સ્ટાફના માણસો સાથે વડોદરા ગ્રામ્યના સિનોર પો.સ્ટે વિસ્તારમાં નાસતા-ફરતા આરોપીની વોચ તપાસમાં હતા
તે દરમ્યાન હે.કો મિતેશભાઇ જટડાભાઇ નાઓને બાતમી હકીકત મળેલ કે જેતપુર પાવી પોલીસ પો.સ્ટે A-પાર્ટ ગુ.૨.નં.૦૭/૨૦૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯,૪૧૧,૧૧૪ મુજબનાં ગુનાનો નાસતો ફરતો આરોપી અમસીયાભાઇ જંગલાભાઇ જાતે તોમર ઉ.વ.૩૫ રહે, કવછયા ડુંગરી ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર નાઓ સંજયભાઇ ભયલાલ પટેલ રહે,માંજરોલ તા.સિનોર જી.વડોદરા ગ્રામ્યના કાછલી વાડીમાં ખેત મજુરી કરે છે તેવી ચોકકસ બાતમી આધારે સદરી ઇસમને કાછલી વાડીએથી પકડી પાડવામાં આવેલ છે અને કાયદેશરની કાર્યવાહી કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર