Gujarat

પંચમહાલ જીલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ઝોઝ પોલીસ

આઈ.જી.શેખ, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તથા રાજ્ય બહારના આરોપીઓની ધરકપડ કરી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે અન્વયે  એન.એમ વાઘેલા I/C પોલીસ ઇન્સ્પેકટર ઝોઝ પો.સ્ટે. નાઓ તથા સ્ટાફના માણસો સાથે ઝોઝ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, પંચમહાલ જીલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૫૫૨૪૦૬૩૮/૨૦૨૪ પ્રોહી કલમ- ૬૫.એ. ૬૫.ઈ, ૯૮(૨) ૮૧ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી જયંતીભાઈ વરશીંગભાઈ જાતે.રાઠવા રહે-જામલી નિશાળ ફળીયા તા.જી.છોટાઉદેપુર નાંનો ગુડા ગામે પાન પડીકી ની દુકાને ઉભેલ છે. જે બાતમી આધારે સદરી ઇસમને ગુડા ગામે પાન પડીકી ની દુકાનેથી પકડી પાડવામાં આવેલ છે. અને કાયદેશરની કાર્યવાહી કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર