Gujarat

માંગરોળ મામલતદાર કચેરી ની સરપ્રાઈઝ વિઝીટે આવેલા જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલ રાણાવાસિયાએ પત્રકારો સાથે ની વાતચીત માં રેવન્યુ ની જગ્યા માં પેશકદમી બાબતે દબાણ શોધી અતિક્રમણ કરનારાઓ ને નોટિસ આપી પેશકદમી કરનારાઓ સામે લેન્ડ ગ્રેબીગ ની ફરીયાદો કરવા માંગરોળ મામલતદાર ને સુચના આપી હોવાની જાહેરાત કરી હતી 

આ ઉપરાંત સુધરાઈ વિસ્તારમાં થયેલી પેશકદમી તુરંત થી હટાવવા ચિફ ઓફીસર માંગરોળ ને પણ સુચના કરી હોવા ઉપરાંત શહેરના ધન કચરાના નિકાલ ના પ્રશ્ર્ન ને ગંભીરતાથી લઈ આ બાબતે માંગરોળ નગરપાલિકા ને ફાળવેલ જગ્યા ઉપર બાઉન્ડ્રી બાંધવા તેમજ વધુ જગ્યા ની જરુરીયાત હોય તો જગ્યા માટે માંગણી કરવા ચિફ ઓફીસરને સુચના આપી હોવાનું જણાવ્યું હતું
આજ રીતે મામલતદાર કચેરીના પહેલા મજલે આવેલી સબ રજીસ્ટ્રાર કચેરી એ દસ્તાવેજ નોંધાવવા જતા બીમાર અને અસકત લોકોની મુશ્કેલી દૂર કરવા આ કચેરીને ગ્રાઉન્ડ ફ્લોર માં જગ્યા ફાળવવા વિકલ્પે આવા લોકો ની દસ્તાવેજ નોંધણી ની પ્રક્રિયા ગ્રાઉન્ડ ફ્લોર માં નિચે ના ભાગે કરી તેમની મુશ્કેલીઓ માનનિય ધોરણે દુર કરવા સુચના અપાઈ હોવાનું કલેકટરે પત્રકારોને જણાવ્યું હતું
જો કે ગત ધારાસભાની ચુંટણી પહેલા રાજ્યના મહેસૂલ વિભાગના રાજ્યમાં દબાણો દૂર કરવા કરેલ આદેશ મુજબ માંગરોળ તાલુકામાં ગામે ગામ રેવન્યુ ની જમીનો ઉપર થયેલ દબાણો નો સર્વે સ્થાનિક મામલતદાર કચેરી દબાણ શાખા દ્વારા કરાયા બાદ દબાણ કરનારાઓ ને દબાણો દૂર કરવા નોટીસો પણ અપાયેલ હતી  દરમિયાન ધારાસભાની ચૂંટણી જાહેર થતાં જ આ કાર્યવાહી આગળ વધતી અટકી ગયા બાદ દબાણ ની ફાઈલો અભરાઈએ ચડાવી દેવાઇ છે તે બાબતે જીલ્લા કલેકટરે પોઝીટીવ જવાબ આપેલ હતો અને મામલતદાર સાહેબ ને સુચનાઓ અપાઇ ગઇ છે
કલેકટર ની વિઝીટ સમયે ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાએ કલેકટર ની મુલાકાત કરી હતી કેશોદ ના પ્રાંત અધિકારી કુ.વંદના મીણા પણ કલેકટર સાથે રહ્યા હતા,,
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ