Gujarat

મેંદરડા સ્થિત અનાથ બાળકોની સંસ્થાની મુલાકાતે જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંમર

મેંદરડા સ્થિત અનાથ બાળકોની સંસ્થાની મુલાકાતે જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંમર

અનાથ બાળકો સાથે વંદે માતરમ્ સેવા સમિતિના સભ્યો પ્રમુખ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા

મેંદરડા સરકારી હોસ્પિટલ પાછળ આવેલ અવની ચેરીટેબલ & ફાઉન્ડેશન સંચાલિત અનાથ બાળકોની સંસ્થા છેલ્લા આઠ વર્ષથી કાર્યરત છે જેમાં ત્રીસ જેટલા બાળકો પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે ત્યારે જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ અને વંદે માતરમ સેવા સમિતિના જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર અને તેમની ટીમ દ્વારા સંસ્થાની મુલાકાત કરેલ હતી

પ્રમુખશ્રી અને વંદે માતરમ સેવા સમિતિના પ્રમુખ અશ્વિનભાઈ મહેતા અને તેમની ટીમ દ્વારા સંચાલન કરતા મહેશભાઈ બથવાર અને અનાથ બાળકો ને સાથે રહીને સંસ્થા વિશે માહિતગાર થયા હતા અને બાળકોને કોઈપણ પ્રકારની તકલીફ છે કે નહીં તેની જાણકારી મેળવી હતી

સંસ્થાની મુલાકાત દરમ્યાન વંદે માતરમ સેવા સમિતિના જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંમર, મેંદરડા તાલુકા પ્રમુખ અશ્વિનભાઈ મહેતા, પત્રકાર કમલેશ ભાઈ મહેતા,જિલ્લા પ્રમુખ પ્રતિનિધિ મહેશ બાપુ અપારનાથી,કરણ બાપુ દાણીધારીયા,સ્મિત ભાઈ ઉમરેટીયા, રવિભાઈ વધાસીયા વગેરે સમીતી ના લોકો ઉપસ્થિત રહ્યા હતા

આ મુલાકાત દરમ્યાન બાળકો ને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવેલ હતી ત્યારે સંસ્થા ની દીકરીઓ એ પ્રમુખ હરેશભાઈ ઠુંમર અને તમામ ઉપસ્થિત લોકોનુ તીલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે સંસ્થાની દિકરી વૈશાલી અને આનંદી દ્વારા સ્વાગત કરી શાબ્દિક પ્રવચન આપ્યું હતુ

આ સંસ્થા ની મુખ્ય વિશેષતા એ છે કે 30 જેટલી દીકરીઓને સંપૂર્ણ સુવિધા સાથે સંસ્થામાં રહીને શિક્ષિત બનાવી પગભર કરવા માટે સારી સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે શિક્ષણની સાથે સાથે દીકરીઓને કોચિંગ સીવણ,કોમ્પ્યુટર ક્લાસીસ, બ્યુટી પાર્લર વગેરે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે

રીપોર્ટ: કમલેશ મહેતા મેંદરડા

IMG-20250704-WA0044-3.jpg IMG-20250704-WA0046-2.jpg IMG-20250704-WA0051-1.jpg IMG-20250704-WA0048-0.jpg