Gujarat

જૂનાગઢમાં બળજબરી થી પૈસાની માગણી કરનાર 22 જેટલા ગુનાઓમાં સંડાવેલ આરોપીને પકડી પાડતી જુનાગઢ પોલીસ

જૂનાગઢમાં બળજબરી થી પૈસાની માગણી કરનાર 22 જેટલા ગુનાઓમાં સંડાવેલ આરોપીને પકડી પાડતી જુનાગઢ પોલીસ

જૂનાગઢ તાલુકાના ૬૬ કે.વી વીસ્તારમાં ફરીયાદી સાથે મારા મારી કરી બળજબરીથી રૂ.૫૦૦/- કઢાવવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય જે આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ દાખલ થતા ગણતરીની કલાકમાં આરોપીને પકડી પાડતી જૂનાગઢ, તાલુકા પોલીસ

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબની સૂચના મુજબ ના.પો.અધિ. શ્રી રવીરાજસિંહ પરમાર સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા મારામારી તથા બળજબરીથી કઢાવી લેવા જેવા ગંભીર બનાવો બાબતે દાખલ થયેલ ગુનાઓને શોધી કાઢવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે જુનાગઢ તાલુકા પો.સ્ટેના ખામધ્રોળ રોડ ૬૬ કે.વી ખાતે ગઇ તા.૧૮/૦૮/૨૫ ના ક.૧૫/૦૦ વાગે ફરીયાદી દુકાને ગયેલ તે દરમ્યાન અને ચાર ઇસમો (૧) બસીર ઉર્ફે ટકો તથા (૨) રોહીત ઉર્ફે નેહલો કોળી રહે. બન્ને ૬૬ કે.વી તથા (૩) સંદીપ ઉર્ફે કાલીયો તથા (૪) મીત સોલંકી એમ ચારેય આરોપીઓએ ફરીયાદી પાસે ૫૦૦ રૂપીયા માંગેલા અને ફરીયાદીએ આ પૈસા આપવાની ના પાડતા આરોપીઓએ માર મારી જેમ ફાવે તેમ ભુંડી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી ૫૦૦ રૂપીયા કઢાવવાનો પ્રયાસ કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ હોય જે બાબતે ગુનો રજી થયેલ હોય જે અન્વયે જુનાગઢ તાલુકા પો.સ્ટે ના પો.ઇન્સ એફ.બી ગગનીયા નાઓએ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તુરતજ આરોપીઓને પકડી પાડવા જણાવેલ હોય તેમજ સદરહુ પકડાયેલ આરોપી બસીર ઉર્ફે ટકો હબીબભાઇ સુમરા રે.૬૬ કે.વી. મહેતાનગર તા.જી.જુનાગઢ વાળો આ ગુનાનો મુખ્ય સુત્રધાર હોય તેમજ ગુના કરવાની ટેવ વાળો હોય અને આ પકડાયેલ આરોપી નો ગુનાહીત ઇતીહાસ પણ હોય તેમજ પ્રોહી બુટલેગર હોય તથા માથાભારે ઇસમની ટોપ ગુનેગારોની યાદીમાં તેનુ નામ હોય અને સ્થાનીક વિસ્તારમાં આમ પ્રજામાં અવાર નવાર ભયનો માહોલ ફેલાવતો હોય જેથી ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી જૂનાગઢ તાલુકા પો.સ્ટે ના સર્વેલન્સ સ્કોર્ડ ના પોલીસ સ્ટાફ આ ગુનાના આરોપીઓને શોધી કાઢવા શારૂ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના પો.કોન્સ પરેશભાઈ કેશુરભાઈ વરૂ તથા હિતેશભાઈ રામભાઈ જીલડીયાને ખાનગીરાહે સંયુકતમાં બાતમી હકીકત મળેલ કે આ કામનો આરોપી બસીર ઉર્ફે ટકો હાલ ભેસાણ ચોકડી ની આજુ બાજુમો ના વિસ્તારમાં આટા ફેરા મારે છે જે હકીકત આધારે પો.સ્ટાફ ત્યાં જઇ તપાસ કરતા આરોપી હાજર હોય જેને તુરતજ પકડી લઇ પુછપરછ કરી તેને પોલીસ સ્ટેશન લાવી યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા પોતે સદરહું ગુનાની કબુલાત આપતો હોય જેથી ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી-(૧) બસીર ઉર્ફે ટકો હબીબભાઈ સુમરા મુસ્લીમ .૬૬ કે.વી મહેતાનગર
આ સારી કામગીરી પો.ઇન્સ. એફ.બી.ગગનીયા તથા સર્વેલન્સ સ્કોર્ડના એ.એસ.આઇ મેહુલભાઇ મકવાણા તથા પો.કોન્સ હિતેશભાઇ જીલડીયા તથા રાહુલભાઇ ઝણકાટ તથા પરેશભાઇ વરૂ તથા ગોવિંદભાઇપરમાર તથા વિપુલભાઇ બોરીચા નાઓએ કરેલ છે.

રિપોર્ટર મહેશ કથીરિયા

IMG-20250825-WA0116.jpg