જુનાગઢ પોલીસે દારૂ પકડી પાડ્યો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ- ૧૯૯૨૦ કિ.રૂા. ૧૦,૩૬,૮૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂા. ૭૫, ૪૫,૦૫૦/- નો ફબબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ
જૂનાગઢ આગામી સમયમાં વિસાવદર-૮૭ વિધાનસભા પેટા ચુંટણી-૨૦૨૫ તથા ગ્રામ પંચાયતોની ચુંટણી અનુસંધાને ગે.કા. પ્રવ્રુતીઓ રોકવા તથા ગે.કા. પ્રવ્રુતી કરતા ઇસમોને શોધી કાઢવા જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નિલેશ જાજાડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબનાં માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી/દેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય. જે અન્વયે આજરોજ પોલીસ અધિક્ષકશ્રી સુબોધ ઓડેદરા સાહેબને ચોકકસ બાતમી હકિકત મળેલ કે, અમુક ઇસમોએ ગે.કા. રીતે બહારના રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં પ્રતિબંધીત એવો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે અને આ જથ્થો ટ્રક રજી. નં. જીજે-૧૫-વાષવાય-૬૪૧૬ માં છુપાવીને મંગાવેલ છે. જે ટ્રઠ વડાલ ગામ તરફથી વાષા જુનાગઢ થઇ વેરાવળ ખાતે જવાનો છે તેવી હકિકત મળતાં ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ ઇન્સ. જે. જે. પટેલને હકિકતની જાણ કરતાં જેઓએ પો.સબ ઇન્સ. ડી.કે.સરવૈયા તથા એ.એસ.આઇ. સામતભાઈ કેશુરભાઇ બારીયા, નિકુલ મહેશભાઈ પટેલ તથા પો.હે.કો. ઇન્દ્રજીતસિંહ રણવિરસિંહ ઝાલા, જીતેષભાઈ હાજાભાઈ મારૂ, મહેન્દ્રભાઈ દાનાભાઈ ડેર, તથા પો.કો. દિપકભાઈ બાબુભાઇ ચૌહાણ તથા ડ્રા.પો.કો. વનરાજભાઈ દેવદાનભાઈ ચાવડા નાઓને ઉપરોકત મળેલ બાતમી હકિકત આધારે વોચમાં રેવા સુચના કરેલ. જે અન્વયે આજરોજ ભેસાણ ચોકડી પહેલા જુનાગઢ જુના જકાતનાકા પાસે ઉપરોક્ત હકિકત અંગે વોચમાં હાજર હતા. દરમ્યાન હકિકત વાળો રજી. નંબર વાળો ટ્રક વડાલ ગામ તરફથી આવતા સદરહુ ટ્રકને રોકાવી ટ્રકને કોર્ડન કરી ટ્રક ચાલકનું નામઠામ સરનામુ પુછતા પોતે પોતાનુ નામ અનિલકુમાર સ/ઓ મહેન્દ્રસિંગ મોતીરામ જાટ, રહે. અસૌધા તોડરણ, તા.બહાદુરગઢ જી. ઝઝર રાજય-હરીયાણા વાળો ઇસમ હાજર મળી આવતા પકડી પાડી ટ્રકની કેબીન અંદર પાછળના ભાગે સીટ મઢેલ હોય. જે સીટ હટાવી જોતા એક પતરૂ બોલ વડે ફીટ કરેલ હોય. જેથી બોલ ખોલી આ પતરૂ હટાવતા બોગીમાં અંદર જવાનો રસ્તો હોય અને અંદરના ભાગે તપાસા કોથળા તથા અલગ-અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવતા તમામ મુદામાલ કબ્જે કરી જૂનાગઢ તાલુકા પો.સ્ટે. માં પ્રોહી એક્ટ મુજબનો ગુન્હો રજી. કરાવવામાં આવેલ.
હાજર મળી આવેલ આરોપી :-
(૧) અનિલકુમાર સ/ઓ મહેન્દ્રસિંગ મોતીરામ જાટ, ઉવ.૪૮ ધંધો. ડ્રાઇવીંગ રહે. અસૌધા તોડરણ, તા.બહાદુરગઢજી.ઝઝર હરીયાણા
હાજર નહિ મળી આવેલ આરોપી – (૨) મનીષ મો.નં.૭૩૮૩૨૯૦૯૩૭
(૩) વેરાવળ ખાતે દારુ મંગાવનાર ઇસમ
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ:-
(૧) ક્રિમ્પીની ખાસ વ્હિસ્કી જૂની અને મૂળ – ૧૮૦ ૨૫.૨૪.નોટ-૧૫૦૧૨ કિ.૩. ૪૫,૬૩, ૧૦૦/-
(A) ROYAL CHALLENGE FINEST PREMIUM WHISKY ની ૧૮૦ એમ. એલ.ની બોટલ-૨૩૫ર કિ.રૂા. 9,1 1,400/-
(2) મેજિક મોમેન્ટ્સ સ્મૂથ ગ્રીન એપલ ફ્લેવર્ડ વોડકા नी १८० मेमले.नी नोट-११०४ कि.रूल ३,३१,२००/-
(2) MAGIC MOMENTS SMOOTH ORANGE FLAVOURED VODKAની ૧૮૦ એમ.એલ.ની બોટલ-૧૧૫૨ કિ.રૂા.૩,૪૫,૫૦૦/-
કુલ બોટલ – ૧૯૯૨૦ કિ.રૂા. ૬૦,૩૬,૮૦૦/-(૨) ટાટા ટ્રક રજી.નં. જીજે-૧૫-વાયવાય-૬૪૧૬ કિ.રૂા ૧૫,૦૦,૦૦૦/-(૩) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂા ૧,૦૦૦/-(૪) રોકડા રૂા. ૭૨૫૦/-કુલ મુદામાલ કિ.રૂ. ૭૫,૪૫,૦૫૦/-
આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. જે.જે.પટેલ તથા પો.સબ.ઇન્સ. ડી.કે.સરવૈયા, ડી.કે.ઝાલા તથા એ.એસ.આઇ. સામતભાઇ બારીયા, નિકુલ એમ.પટેલ, વિજયભાઇ બડવા તથા પો.હેડ.કોન્સ ઇન્દ્રજીતસિંહ ઝાલા, જીતેષ મારૂ, મહેન્દ્રભાઇ ડેર, યશપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી, દિપકભાઈ ચોહાણ તથા ડ્રા.પો.કોન્સ. વનરાજભાઇ ચાવડા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
રિપોર્ટર મહેશ કથિરીયા