જૂનાગઢ માં ભારતીય બનાવટની પરપ્રાંત પ્રતીબંધીત ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ-૧૭૩ કિ.રૂ ૮૧૬૮૦/- મુદામાલ પકડી પાડતી જુનાગઢ પોલીસ
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેષ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબ નાઓએ પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને આવી ગે.કા. પ્રવૃતિ ઉપર સંપૂર્ણપણે અંકુશ કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા પો.ઇન્સ.શ્રી આર.કે.પરમાર સા.ની મૌખીક સુચના આધારે જુનાગઢ એ ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી /જુગારની પ્રવૃતી કરતા ઇસમો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના આપેલ હોય જે અનુસંધાને એ.ડીવી. પો.સ્ટે.ના સર્વલન્સ પો.સ્ટાફના માણસો પો.ઇન્સ.શ્રી આર.કે.પરમાર સાથે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.ઈન્સ.શ્રી આર.કે પરમાર નાઓને બાતમી હકીકત મળેલ કે જુનાગઢ સુખનાથ ચોક નુરી મસ્જીદ સામે રહેતો માહીર નુરમહમદ ઉર્ફે મુનાભાઇ મકરાણી એ પોતાના રહેણાંક મકાનમા ઇગ્લીશ દારૂની બોટલો સંતાડી રાખેલ છે.જે બાતમી હકીકત આધારે રેઇડ કરતા બાતમી વાળી જગ્યાએથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ-૧૭૩ કી.રૂ. ૮૧૬૮૦/- નો મળી આવેલ અને હાજર નહી મળી આવેલ આરોપી માહીર નુરમહમદ ઉર્ફે મુનાભાઇ મકરાણી રહે-જુનાગઢ વાળા વિરુધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજી.કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
> હાજર નહી મળેલ આરોપી-
માહીર નુરમહમદ ઉર્ફે મુનાભાઇ મકરાણી રહે. જુનાગઢ સુખનાથ ચોક નુરી મરજીસ્જીદ સામે
6 બ્જે કરેલ મુદામાલ બેગ પાઇપરડીલક્ષ વીસ્કી ૭૫૦ એમ.એલ ની બોટલ નંગ-૧૨ જેની કિ.રૂ. ૧૩૨૦૦/-
– રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વીસ્કી ૭૫૦ એમ.એલ ની બોટલ નંગ-૧૦ જેની કિ.રૂ.- ૧૩૦૦૦/-
ઓલ સીજન રેર રીજવે વીસ્કી ૭૫૦ એમ.એલ ની બોટલ નંગ-૧૧ જેની કિ.રૂ. ૧૫૪૦૦/-
– મેજીક મુમેન્ટ ગ્રેન વોડકા ૧૮૦ એમ.એલ ની કાચની બોટલ નંગ-૯૬ જેની કિ.રૂ- ૨૮૮૦૦/-
– મેજીક મુમેન્ટ રેમીક્ષ સ્મુથ ઓરેન્જ વોડકા ૧૮૦ એમ.એલ ની બોટલ નંગ-૨૦ જેની કિ.રૂ. ૬૦૦૦/-
ટુ-મ્બર્ટ સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર ટીન નંગ-૨૪ કિ.રૂ.૫૨૮૦/-
એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી આર.કે.પરમાર તથા પો.સબ.ઇન્સ શ્રી વાય.એન.સોલંકી તથા એ.એસ.આઇ. ભદ્રેશભાઈ રવૈયા તથા એ.એસ.આઇ. પંકજભાઇ સાગઠીયા તથા પો.હેડ.કોન્સ તેજલ સિંધવ તથા પો.કોન્સ કલ્પેશભાઈ ચાવડા તથા જીગ્નેશભાઈ શુકલ તથા અજયસિહ ચુડાસમા તથા જયેશભાઈ કરમટા તથા નીતીનભાઇ હીરાણી તથા નરેંદ્રભાઇ બાલસ તથા વિક્રમભાઇ છેલાણા તથા જવાનભાઇ લાખણોત્રા
નાઓએ સાથે રહી સારી કામગીરી કરેલ છે.
રિપોર્ટર મહેશ કથિરીયા

