જુનાગઢ શહેરમાંથી વનસ્પતીજન્ય નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી જૂનાગઢ એસ.ઓ.જી.
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તથા જુનાગઢ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી બી.યુ.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં નશીલા પદાર્થો (એન.ડી.પી.એસ.) ની બદી સદંતર નેસ્તનાબુદ કરવા તથા આવા ગે.કા નશીલા પદાર્થોનું વેંચાણ કરતા ઇસમોને પકડીપાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ સૂચના આપેલ જે અન્વયે એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ.શ્રી પી.સી. સરવૈયા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય
જૂનાગઢ એસ.ઓ.જીના પો.કોન્સ. ભુપતસિંહ સિસોદીયા તથા રોહીતભાઇ ધાધલ નાઓને ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, “જૂનાગઢ ગેંડાગર રોડ, ઘેરા પર, વાલ્મીકીવાસના નાકા પર રહેતા “ભરત વાલજી બગડા રહે.જૂનાગઢ વાળાને તેના ઘરે રમેશ ઉર્ફે ગીરનારી ઉર્ફે ભોલો બીજલ મેર રહે.ભાવનગર વાળો ગાંજાનો જથ્થો લઈને દેવા આવનાર છે.” જે બાતમી આધારે એસ.ઓ.જી. ટીમ દ્વારા સતત વોચ રાખવામાં આવેલ હતી. વોચમાં હતા દરમ્યાન બાતમી હકિકત વાળો ઇસમ કેસરી કલરનુ પોટલુ લઇને આવેલ અને કેસરી કલરનુ પોટલુ ભરત બગડાને આપતો હતો ત્યારે તુરંત જ બન્ને ઈસમોને રાઉન્ડઅપ કરી જેમના તેમ પકડી લીધેલ સુંદર ઇસમોને એસ.ઓ.જી. ટીમ દ્રારા કોર્ડન કરી તેમની પાસેથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર વનસ્પતિ જન્ય નશીલો પદાર્થ ગાંજો (કેનાબીસ) ૨.૫૫૭ કિલો ગ્રામ કિ.રૂા.૨૫,૫૭૦/-નો મુદ્દામાલ મળી આવેલ જે મુદામાલ કબજે કરી જુનાગઢ શહેર એડીવી. પો.સ્ટે.માં ગુનો રજી. કરાવેલ છે. તેમજ આગળની તપાસ ચાલુ છે.
* આરોપીઓ(૧) ભરત ઉર્ફે પુરાના વાલજીભાઈ બગડા.જુનાગઢ, ટેલીફોન એક્ષેજ પાસે, ગેંડાગર રોડ, વાલ્મીકી વાસ
(૨) રમેશ ઉર્ફે ગીરનારી ઉર્ફે ભોલે બીજલભાઈ મેર .ભાવનગર, રામદેવનગર, કુંભારવાડા, નારી રોડ, શેરી નં. ૧
કબ્જે કરેલ મુદામાલની વિગત
ગાંજો (કેનાબીસ) ૨.૫૫૭ કિલો ગ્રામ કિ.સ્ત્ર.૨૫,૫૭૦/- મુદામાલ કબ્જે કરેલ છે
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ. પી.સી.સરવૈયા તથા એમ.વી.રાઠોડ, એ.એસ.આઇ એમ.વી.કુવાડીયા, જીતેન્દ્રસિંહ ચૌહાણ તથા પો.હેડકોન્સ. પ્રતાપભાઇ શેખવા, પરેશભાઇ ચાવડા બાલુભાઇ બાલસ, રવિભાઇ ખેર, રાજુભાઇ ભેડા, તથા પો.કોન્સ વિશાલભાઇ ઓડેદરા, રોહીતભાઇ ધાધલ, ભુપતસિંહ સિસોદીયા, વિશાલભાઇ ડાંગર, વુ.પો.કોન્સ. વર્ષાબા રાઠોડ વીગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.
જાહેર અપીલજુનાગઢ જીલ્લા પોલીસ તમામ યુવાનો/વિધાર્થીઓને નશીલા પદાર્થ/ડ્રગ્સ વગેરેથી દુર રહેવા જાહેર અપીલ કરે છે.
ડ્રગ્સ અને નશીલા પદાર્થનું સેવન ફકત તમને જ નહી, તમારા પરીવારને પણ બરબાદ કરે છે.
રિપોર્ટર,મહેશ કથિરીયા


