જૂનાગઢ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વિશ્વાસધાતના કેશમાં ગયેલ રોકડ રૂ.૯,૧૦,૦૦૦/- મુળ માલીકને પરત કરતી બોટવા પોલીસ
.જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેશ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ નાઓની સુચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.સી.ઠકકર સા. કેશોદ નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સાર્થક કરવા સારૂ પો.સબ.ઇન્સ.શ્રી બાંટવા પોલીસ સ્ટેશન નાઓએ પોતાના પો.સ્ટે. વિસ્તારમાં બનેલ બનાવ ” જેમા આ કામના ફરીની જમીનની વાડીનું ભાગ્યે આરોપીએ રાખેલ હોય જેમાં વાવેલ પાકના હિશાબના રોકડ રૂ. ૯,૧૦,૦૦૦/- જે આ કામના ફરીયાદીએ આરોપીને તેના ઘરે સાચવવા માટે આપેલ હોય જે રૂપીયાનો હિશાબ કરવા સારૂ ફરીએ આરોપીને રૂપીયા સાથે પોતાના ઘરે ભીતાણા ગામે બોલાવેલ તે દરમ્યાન આરોપીએ પોતે રસ્તામા ખોટી રિતે ચકર ખાઇ પડી જઈ ફરીયાદી સાથે વિશ્વાસધાત કરી હિશાબના રૂપીયા આરોપીએ પોતાના ઘરે પહેલાથીજ રાખી” બાદ આ બાબતની જાણ બાંટવા પોલીસને કરતા બાંટવા પોલીસે અગલ-અલગ ટીમો બનાવી સીસીટીવી ફુટેજો ચેકી કરી સદરહુ બનાવમા શંકા જતા વધુ તપાસ કરતા આ કામના આરોપી પોતે પોતાના બાલાગામ ખાતે આવેલ મકાને જતા હોવાનુ સીસીટીવીમાં જોવામા આવતા તે બાબતે પુછપરછ કરી તપાસ કરતા સદરહુ હિશાબના રોકડ રૂ. ૯,૧૦,૦૦૦/- આરોપીના બાલાગામ ખાતે આવેલ મકાનેથી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી રોકડ રૂપીયા કબ્જે કરવામાં આવેલ જે રૂપીયા બાબતે નામદાર કોર્ટમાથી હુકમ આવતા આજરોજ મુળ
માલીકને તેના ગયેલ રૂપીયા પરત કરી * પોલીસ પ્રજાનો મિત્ર છે- તે સાર્થક કરતી બાંટવા પોલીસ ફરીયાદી વિજયભાઇ છગનભાઇ હિંગરાજીયા રહે.ભીતાણા ત.માણાવદર જી.જુનાગઢ વાળાના રોકડ રૂપીયા ૯,૧૦,૦00/- નાઓને શોધી પરત કરતા તેઓએ બોટવા પોલીસ તથા જુનાગઢ જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કરેલ છે.
રિપોર્ટર મહેશ કથિરીયા


