જુનાગઢ ટ્રાફિક શાખા દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારમાં આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ સ્પેશ્યલ ડ્રાઇવ કરવામાં આવી
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેશ જાજડીયા સાહેબની તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબનાઓએ જુનાગઢ શહેરમાં નવાબના સમયથી રોડ રસ્તા હોય અને હાલમાં તેના કરતા વાહનમાં ઘણો બધો વધારો થયેલ હોય જેથી જુનાગઢની જનતાને ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવા ડી.વાય.એસ.પી. શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ, જુનાગઢ શહેર નાઓની સુચના મુજબ શહેર ટ્રાફિક શાખાના પી.આઇ.શ્રી બી.બી.કોળી નાઓએ શહેરના એમ.જી રોડ,ચિતાખાના,ગાંધીચોક,એસ.ટી.બસ સ્ટેન્ડ, ત્રીમુર્તી રોડ, તળાવ રોડ આઝાદચોક, કાળવા ચોક જેવા વિસ્તારના વાહન ચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ કરી, અન્ય ટ્રાફિક નિયમનનું પાલન કરનાર વાહન ચાલકોને અડચણ કરતા વાહન ચાલક વિરૂધ્ધ જેમા મો.સા,રીક્ષાઓ, ફોર વ્હિલરનાઓને લોક મારી તેમજ રીક્ષા ચાલકો ગમે ત્યા પેસેન્જરને બેસાડવા ઉતારવા વાહનો પાર્ક કરતા આશરે ૨૫ જેટલા રીક્ષાઓને દંડની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રીક્ષા ચાલકોની ટ્રાફિક ઓફિસ ખાતે એક મીટીંગ રાખી તેઓને ટ્રાફિક નિયમનની જરૂરી સમજ કરવામાં આવેલ છે.
તેમજ એક ઇકો એમ્બ્યુલન્સના ચાલક જેના રજી નં.GJ-04-EA-2522 ની આર.ટી.ઓ.માં કોઇ પ્રકારનું રજીસ્ટ્રેશન કે મંજુરી લિધા વગર સદરૂ ઇકો વાહન ગે.કા એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરતો હોવાનું હકીકત આધારે મળી આવતા સદરુ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે. તેમજ આ ઇકો એમ્બ્યુલન્સનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવા માટે આર.ટી.ઓ અધિકારીશ્રી જુનાગઢનાઓને લેખીતમાં જાણ કરેલ છે.
રિપોર્ટર મહેશ કથિરીયા



