વડગામ તાલુકાની કાલેડા જીલ્લા પંચાયત સીટનું નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો….
બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાની કાલેડા જીલ્લા પંચાયત સીટ નું સ્નેહ મિલન સીસરાણા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા આમંત્રિત કારોબારી મેમ્બર અને નૂતન સ્નેહ મિલન કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી દોલતપુરી ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું.
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભારતના ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા વગેરે વગેરે નેતૃત્વએ દેશ હિત પ્રજા હિત અને વડગામ વિધાનસભાના હિતમાં કરેલ કાર્યો મુક્તેશ્વર ડેમ, કરમાવાદ તળાવ અને રોડ રસ્તા શાળાઓ, હોસ્પિટલ, વગેરે કાર્યો ઉપસ્થિત વક્તા દોલતપુરી ગોસ્વામી દ્વારા જણાવી આત્મ નિર્ભર ભારત વિકસિત ભારત માટે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી વસ્તુઓ નિત્ય ઉપયોગ કરવા માટે જણાવી સ્વદેશી વસ્તુઓ ઉપયોગ કરવા માટે શપથ લેવડાવ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત ભારત સરકારના પશ્ચિમ રેલવે બોર્ડ ZRUCC કમિટી સદસ્ય અને કાલેડા જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ શ્રી બાલકૃષ્ણ જીરાલા, ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના પ્રદેશ આમંત્રિત કારોબારી મેમ્બર શ્રી મુકેશભાઈ દરજી પાંચડા, આર. એસ.એસ.ના પીઢ અગ્રણી શ્રી ધુળાભાઈ જોષી સીસરાણા, વડગામ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ડી. વી. સોલંકી, મહામંત્રી શ્રી લાલાજી ઠાકોર, તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી કેશરભાઈ ઉપલાના, વડગામ તાલુકા ભાજપ મંત્રી શ્રી ભોપાલસિંહજી ડાભી અંધારિયા, વડગામ તાલુકા ભાજપ મંત્રી શ્રીમતી મંજુલા બા ચાવડા, તાલુકા ભાજપ મંત્રી શ્રી જયંતીભાઈ રાવળ, વડગામ તાલુકા એ.ટી.વી.ટી. સદસ્ય શ્રી પિયુષભાઇ પ્રજાપતિ, તાલુકા કિસાન મોરચા મહામંત્રી શ્રી કિરણભાઈ ચૌધરી, તાલુકા યુવા મોરચા મહામંત્રી શ્રી સેંધાજી ઠાકોર, તાલુકા ભાજપ યુવા મોરચા ઉપાધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ સોલંકી, તાલુકા ભાજપ યુવા મોરચા મંત્રી શ્રી કામરાજજી ઠાકોર, તાલુકા એસ. સી. મોરચા મંત્રી શ્રી પ્રદીપભાઈ સોલંકી, તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી શ્રી સતિષભાઈ ભોજક, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ પૂર્વ ચેરમેન શ્રી દાનીબેન વીરાભાઇ વણઝારા, શ્રી સોમાજી ઠાકોર, શ્રી રામજીભાઈ ચૌધરી, શ્રી રતનસિંહ રાજપૂત, શ્રી વીરાભાઇ પ્રજાપતિ, શ્રી રમેશભાઈ પંચાલ, શ્રી મુકેશભાઈ રાવળ, અમદાવાદ ઓઢવ ભાજપ અગ્રણી શ્રી ચિરાગભાઈ પંચાલ, શ્રી વશરામભાઇ પરમાર, શ્રી મેઘાજી ઠાકોર અને કાલેડા જીલ્લા પંચાયત સીટમાં આવતા ગામોના સરપંચ શ્રીઓ, સામાજિક આગેવાનો વગેરે ભાજપ આગેવાનશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમના ભોજન દાતા સીસરાણા સરપંચ શ્રી લક્ષમણભાઈ ઘોયા દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું…
અહેવાલ તસવીર વિક્રમભાઈ પરમાર વડગામ
9974655756


