જૂનાગઢ ના ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા કુખ્યાત આરોપી કારા દેવરાજ રાડા તથા તેને ભાગવામાં મદદ કરનાર ઇસમને ફિલ્મીઢબે પીછો કરી પકડતી પાડતી
ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢ
જુનાગઢ શહેર ‘સી-ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગુન્હાના કામે આરોપી કારા દેવરાજ રાડા રહે. જુનાગઢ વાળાને અટક કરી નામદાર કોર્ટમાં રજુ કરેલ હોય અને નામદાર કોર્ટે મજકૂર આરોપીનુ જેલ વોરંટ ભરી આપતા તેને મહેસાણા જેલમાં મોકલી આપેલ હતો. ત્યારબાદ નામદાર હાઇકોર્ટ અમદાવાદ ખાતેથી મજકૂર આરોપીએ સી.આર.એમ.એ. થી રેગ્યુલર શરતી જામીન મેળવી જામીન પર મુક્ત થયેલ હતો. ત્યારબાદ મજકૂર આરોપીએ જામીનની શરતોનો ભંગ કરતા નામદાર સ્પેશ્યલ ગુજસીટોક સેસન્સ કોર્ટ, રાજકોટને જામીન રદ થવા સારૂ સી.આર.એમ.એસ. અરજી કરતા નામદાર કોર્ટે તા.૨૭/૦૩/૨૦૨૫ થી આરોપીના જામીન રદ કરી તેના વિરુધ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કરેલ હતું. તેમજ મજકૂર આરોપી વિરૂધ્ધ ૧૦૭ જેટલા ગુનાઓ દાખલ થયેલ હોય અને ખુબ જ રીઢો અને અવાર નવાર ગુનાઓ કરવાની ટેવ વાળો હોય અને પોલીસ કાર્યવાહીથી વાકેફ હોય. અને પોતે એરેસ્ટ ન થાય તેમજ પોતે ગેરકાયદેસર કબજો કરેલ મિલ્કતોનું ડિમોલેશન ન થાય તે માટે પોતે પોતાના પરીવારના મહિલા સભ્યોને તથા કેટલાક અસમાજીક તત્વોને આગળ કરી સોશ્યલ મીડીયાના માધ્યમ પર પોલીસ વિરુધ્ધ ખોટા આક્ષેપો વાળા અવાર નવાર વિડિયો મુકતો હતો.
પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેષ જાજડીયા સાહેબ, જુનાગઢ વિભાગ, જુનાગઢ તથા પોલીસ અધિક્ષકશ્રી સુબોધ ઓડેદરા સાહેબ, જુનાગઢ તથા નાયબ પોલીસ અધીક્ષકશ્રી હિતેષ ધાંધલીયા સાહેબ, જુનાગઢ વિભાગ, જુનાગઢ નાઓ દ્વારા મજકુર આરોપીને વહેલી તકે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી થવા સારૂ જરૂરી સુચનાઓ કરેલ હોય. જેથી આ આરોપી કારા દેવરાજ રાડા રહે. જુનાગઢ વાળાને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની કચેરીના અધિકારીઓ અને પો.સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સથી આરોપી શોધી કાઢવા સારૂ પ્રત્યત્નો હાથ ધરવામાં આવેલ હતા અને અવાર નવાર મજકૂર આરોપીના રહેણાંક મકાને તથા તેના છુપાવાના સ્થળોએ શોધી કાઢવા માટે છેલ્લા બે મહિનાથી પ્રયાસો કરવામાં આવેલ હતા. પરંતુ મજકૂર આરોપી મળી આવેલ ન હતો અને આરોપી શોધી કાઢવા માટે સતત પ્રયાસો ચાલુ હતા દરમ્યાન ખાનગી બાતમીદારો મારફતે ચોક્કસ હકિકત મળેલ કે, મજકુર આરોપી મેંદરડા અને વિસાવદરની સીમમાં છુપાયેલ છે અને વહેલી સવારના તેને જુનાગઢનો રાજુ ઉર્ફે રાજુ ઘોડી પુંજાભાઈ રાડા બ્લુ કલરની ફોર વ્હીલ લઇને મજરૂર આરોપીને લેવા જવાનો છે અને આરોપી સાથે બાદલપુર તરફથી જામકા ચોકડી થઇ ખડીયા તરફથી જુનાગઢ બાજુ આવવાનો છે. તેવી ચોક્કસ હકિકત મળતા પોલીસ અધિક્ષકશ્રી, જુનાગઢની આગેવાની હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી જે.જે.પટેલ તથા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ખાનગી વાહનોમાં વોચમાં રહેલ અને રોડ બ્લોક કરાવતા જેની આરોપી કારા દેવરાજને જાણ થઇ જતા પોતાના હવાલાની ફોર વ્હિલ કાર યુ ટર્ન વાળી ભાગવા જતા વોચમાં રહેલ ટીમના સભ્યો મજકૂર આરોપીની કારનો જાનના જોખમે પીછો કરતા આવતા હોય તે ટીમના સભ્યોએ ખાનગી વાહન સાથે રોડ બ્લોક કરી ઉભી રાખવા ઇશારો કરતા મજકૂર આરોપી કારા દેવરાજએ પોતાના હવાલાની ફોર વ્હિલ કાર મારી નાખવાના ઇરાદે ટીમના સભ્યો પર નાખી બે ફોર વ્હિલનેટકકર મારી જીવલેણ હુમલો કરી પોલીસ કર્મચારીઓને ઇજાઓ કરી બંન્ને ગાડીઓને ટોટલ લોસ્ટ કરી નાખેલ તેમછતા મજકૂર આરોપીઓને જીવના જોખમે પકડી પાડવામાં આવેલ છે.
મજકૂર બંન્ને આરોપીઓ વિરૂધ્ધ કાઇમ બ્રાન્ચના પો.ઇન્સ.શ્રી જે.જે. પટેલનાઓએ જુનાગઢ તાલુકા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે. તેમજ તપાસ દરમ્યાન મજકૂર આરોપીઓના હવાલના વાળી મારૂતી સ્વીફટ બ્લુ કલરની રજી નં.જીજે-૧૮-બીપી-૦૦૭૧ માંથી ઘાતક હથીયારો પણ મળી આવેલ છે. તેમજ મજકૂર આરોપી કારા દેવરાજ કક્યાં છુપાયેલ, તેમજ તેમને કોને કોને મદદ કરેલ તેમજ છેલ્લા બે મહિનાની અંદર કોઇ ગુનાઓ કરેલ છે કે કેમ? તેમજ સોશ્યલ મીડીયા પ્લેટ ફોર્મ પર મુકેલ વિડિયો બાબતેની તપાસ હાલ ચાલુ છે.
આરોપીઓ(૧) કારા દેવરાજ રાડા રબારી જુનાગઢ લીરબાઇપરા
(૨) રાજુ ઉર્ફે રાજુ ઘોડી પુંજાભાઇ રાડા રબારી જુનાગઢ સંજયનગર
આ કામગીરીમાં કાઇમ બ્રાન્ચના પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલ તથા પો.સ્ટાફના નિકુલભાઇ પટેલ, દિવ્યેશકુમાર ડાભી, દિપકભાઇ બડવા, આઝાદસિંહ સીસોદીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, વનરાજસિંહ ચુડાસમા, જીતેષભાઇ મારૂ, મયુરભાઇ કોડિયાતર, વનરાજભાઈ યાવડા તથા જુનાગઢ રેન્જના પો.કોન્સ. પ્રવિણભાઇ મોરી
રિપોર્ટર મહેશ કથીરિયા