દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા ના પાલ્લી ગામ ખાતે નવીન શ્રી સદગુરુ કબીર મઢી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાશી લહર તારા ધામ ના મહંત શ્રી 1008 અર્ધનામ સાહેબ ના વરદ હસ્તે ભવ્યાનંદ આરતી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
આ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સાધુ સંતો
ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી શ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર સાહેબ તથા દાહોદ જિલ્લા સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર સાહેબ , કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ,લીમખેડા વિધાનસભા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર સાહેબ , ઝાલોદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભૂરીયા સાહેબ,ગરબાડા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર સાહેબ, તેમજ દાહોદ જિલ્લાના અન્ય તાલુકા માંથી પધારેલ જિલ્લા પદાધિકારીઓ તથા તાલુકા પ્રમુખ શ્રીઓ તથા તાલુકા સભ્યશ્રીઓ સંતો મહંતો ની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર કરી મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરી
કાશી લહર તારા ધામના મહંત શ્રી 1008 અર્ધનામ સાહેબ ના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા
શ્રી કબીર મઢી પરિવાર પાલ્લી ના સમસ્ત ભક્તો તેમજ સંત શ્રી સંતોષદાસજી સાહેબ તથા સંત શ્રી હરિચરણ દાસજી સાહેબ દ્વારા
પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે મંદિરમાં બિરાજમાન સદગુરુ કબીર સાહેબની મૂર્તિની લીમખેડા નગર તેમજ પાલ્લી માં શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ મહાપુરુષોની પધરામણી, મૂર્તિ પ્રતિષ્ઠા, આનંદ આરતી, ચાદર વિધિ, સત્સંગ પ્રવચન, ભોજન પ્રસાદી સંતવાણી જેવા કાર્યક્રમ યોજવામાં આવેલ હતા
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અધ્યક્ષ દેશીભાઈ તડવી, મૂર્તિ પ્રતિષ્ઠા સંચાલન સમિતિના સભ્યો, મંદિરના શુભચિંતકો તેમજ હરિભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી
દિપક રાવલ દાહોદ લીમખેડા