Gujarat

ખંભાળિયા ઘી નદી ખામનાથ ડાયવર્ઝન માર્ગ ઉપર અંધારા ઉતર્યા, લોકો પરેશાન

ખંભાળિયામાં ઘી નદી પરનો વર્ષેા જૂનો પુલ જર્જરીત થયા બાદ તેને નવો બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે આ પુલ નજીકથી ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે.

પરંતુ આ ડાયવર્ઝનમાં કોઈપણ જગ્યાએ સ્ટ્રીટ લાઈટો ન હોય રાતના સમયે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયામાં ઘી નદી પર ખામનાથ પાસે 120 વર્ષ જૂનો કેનેડી બ્રિજ જર્જરિત થઈ જતા 26 કરોડના ખર્ચે બનવાનું કાર્ય ચાલે છે .

ત્યારે લોકોને પરેશાની ના થાય તે માટે તાજેતરમાં 90 લાખના ખર્ચે નવો સી.સી.રોડ વાળો ડાયવર્ઝન બનાવાયો છે.

ત્યારે અડધા પોણા કી.મી.ના રસ્તા પર સ્ટ્રીટ લાઈટો ના હોય ગામમાંથી આ રસ્તા પર થી જતા લોકોને અંધારામાં જવું પડતું હોય તથા આ ખંભાળીયા ન.પા.નો જ વિસ્તાર હોય સ્ટ્રીટ લાઈટો નાખવા માંગ થઈ છે.