લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલનો આજે (11 જુલાઈ) 60મો જન્મદિવસ છે. ત્યારે તેમના જન્મદિવસની રાજકોટની વિરાણી બહેરા-મૂંગા શાળાના બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ તકે તેમણે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલીયા વચ્ચેની વોરમાં મધ્યસ્થી બનવાની તૈયારી બતાવી હતી. તો ચૂંટાઈને આવતા જનપ્રતિનિધિઓએ 5 વર્ષ કામ કરવું જોઈએ તેવી ટકોર કરી હતી. આ સાથે જ અમુક લોકો દ્વારા સમાજના કામમાં રોડા નાખવાનું કામ સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું.
ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ વધુમાં જણાવ્યું હતું કે, આજે ઓફિસિયલી સિનિયર સિટીઝન બન્યો છું. છેલ્લા સતત 25 વર્ષથી મારા જન્મદિવસે રક્તદાન કેમ્પો થાય .છે આ વખતે વિરાણી બહેરા-મૂંગા પ્રકારની રાજકોટ શહેર ગુજરાત અને આફ્રિકા મળી 82 જેટલી સંસ્થાઓ ધરાવતા ટ્રસ્ટીઓ અને મિત્ર મંડળ દ્વારા આ સંસ્થાઓને જે પણ જરૂરિયાતો હોય તેઓને પૂરી પાડવામાં આવે છે. જે બદલ હું મારા મિત્રોનો આભારી છું. કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલીયાનાં પ્રશ્ન મારી સમક્ષ આવશે તો તેને દૂર કરવા માટે મારા પ્રયત્નો રહેશે.

પાટીદાર સમાજના કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલીયા મામલે તેમણે જણાવ્યું હતું કે, યુવાનો, સ્ટેટ અને દેશની વાત આવે ત્યારે રાજકારણથી પર રહેવું જોઈએ. કોઈપણ પાર્ટીને હોય રાજકારણથી પર રહીને સાચી વાત કહેવી જોઇએ. જે જન પ્રતિનિધિઓ ચૂંટાઈને આવતા હોય તેઓએ સતત 5 વર્ષ કામ કરવું જોઈએ. આ ઉપરાંત કોંગ્રેસ પ્રમુખ તરીકે પાટીદાર સમાજની ચર્ચા અંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટમાં પાટીદાર સમાજ ખૂબ જ મોટો છે અને તેથી કોઈપણ પાર્ટી હોય તે પાટીદાર સમાજની તરફેણ કરતી હોય છે, તેમાં કોઈ નવી વાત નથી.