કોડીનારમાં અંબુજા કંપનીના થર્મલ પાવર પ્લાન્ટના સ્ટોર રૂમમાંથી લાખોના ઇલેક્ટ્રીક સાધનોની થયેલી ચોરીનો ગુનો સર્વેલન્સ સ્કવોડ ગણતરીની કલાકોમાં ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લીધા હતા.
અંબુજા પાવર પ્લાન્ટના સ્ટોરમાં થયેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલને શોધી કાઢવા માટે કોડીનાર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડની અલગ અલગ ટીમો તપાસમાં હતી તે દરમિયાન ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી શકદાર રોહિતભાઈ નારણભાઈ વંશ રહે.
વડનગરની વિજાવાડી સીમ વિસ્તારમાં અંબુજા માઈન્સના રસ્તેથી નવાગામ તરફ જતા કાચા રસ્તા પાસે મકાનની ઝડતી તપાસ કરતા ઉપરોક્ત ગુનાના કામચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે આરોપી રોહિત નારણભાઈ વંશ તથા ભરત શંકરભાઈ મકવાણા વડનગર ગામની સીમમાં વાડીએ અંબુજા પાવર પ્લાન્ટની બાજુમાં અને મિલન બાલુભાઈ વંશ વડનગર ગામે મીઠા બાપાના મંદિર પાસેથી અટક કરવામાં આવી છે.
આરોપીઓ પાસેથી કિંમતી ઈલેક્ટ્રીક સાધનો જેવા કે પોર્ટેબલ વેલ્ડીંગ મશીન નંગ 2, ગ્રાઇન્ડીંગ મશીન નંગ 2, ડ્રીલીંગ મશીન નંગ 4, એક અન્ય મશીન તેમજ ટેબલ ફેન વગેરે મુદ્દામાલ જેની અંદાજિત કિંમત 1,80,000 કબજે લેવામાં આવ્યો છે.

