Gujarat

લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજીક તત્વના રહેણાક મકાનો ઉપર PGVCL ના સ્ટાફ સાથે દરોડા પાડી કાર્યવાહી કરતી લાઠી પોલીસ ટીમ

લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજીક તત્વના રહેણાક મકાનો ઉપર PGVCL ના સ્ટાફ સાથે દરોડા પાડી કાર્યવાહી કરતી લાઠી પોલીસ ટીમ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય, ગાંધીનગરનાઓએ ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય. જે અન્વયે ૧૦૦ કલાકની અંદર ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા અને આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદાકીય પગલા લેવા સુચના આપવામાં આવેલ હોય, જે અન્વયે મહે.ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં અસામાજીક પ્રવૃતિ કરતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી, પગલા લેવા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સંજય ખરાત પોલીસ અધિક્ષક, જી.અમરેલી નાઓએ અમરેલી જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગાર, શરીર સબંધી, મિલકત સબંધી, ગેરકાયદેસર માઇનીંગ તેમજ અન્ય વારંવાર ગુનાઓ કરતા કુલ-૧૧૩ ઇસમોની યાદી તૈયાર કરવામાં આવેલ હોય અને આ ઇસમોના ગેરકાયદેસર બાંધકામ તથા સરકારી જમીન ઉપર દબાણ તથા ગેરકાયદેસર વીજ જોડાણ તથા ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર તથા અગાઉના ગુનાઓમાં મળેલ જામીન બાદ આચરેલ ગુનાઓ મળ્યેથી જામીન રદની કાર્યવાહી તથા ભાડુઆત અંગેના રજીસ્ટ્રેશન ન કરેલ તો કાયદેસરની કાર્યવાહી તેમજ પાસા અને તડીપાર અંગેના પગલા લેવા અમરેલી જીલ્લા પોલીસને સુચના આપવામાં આવેલ જે અન્વયે નયના ગોરડીયા I/c નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલી નાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવેલ.

વિગત:-

જે અન્વયે અત્રેના લાઠી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોનીનાઓ તથા પોલીસ સ્ટાફ તથા PGVCI, લાઠીની ટીમ દ્વારા લાઠી ટાઉન વિસ્તારમાં રહેતા (૧) મહેશ ઉર્ફે મયલો રમેશભાઇ સાકરીયા
(૨) રમેશભાઈ ધનજીભાઇ સાકરીયા (૩) નિલેશભાઈ રમેશભાઇ સાકરીયા રહે.કુંભારવાડા, પઠાણશેરી લાઠી જી.અમરેલી વાળાના ઘરે તપાસ કરતા આ ઇસમોના ઘરનુ રૂ.૧૬,000/- વીજ બીલ બાકી હોય જેથી વીજ કનેક્શન કાપવામા આવેલ છે તેમજ તેનુ મોટર સાઇકલ રજી નંબર તથા આરટીઓ લગત સાધનીક કાગળો વગરનુ હોય જેથી ડીટેઇન કરવામા આવેલ છે.
(૪) ભરત જગાભાઈ મેર ઉ.વ.૨૦ રહે.લાઠી તા.લાઠી જી.અમરેલી વાળાને ત્યાં તપાસ કરતા મજકુર ઇસમના ઘરે એક મોટર સાઇકલ RTO લગત સાધનીક કાગળો
વગર મળી આવેલ હોય જેથી તેનુ મોટર સાઇકલ ડીટેઇન કરવામાં આવેલ છે અને
(૫) કિશોરભાઇ ઇશુભાઇ ચારોલીયા ઉ.વ.૧૯ રહે.લાઠી મહાવીરનગર વાળાને ત્યાં તપાસ કરતા તેના રહેણાંક મકાનેથી ગે.કા. રીતે દેશી દારૂ બનાવવાનો આથો ૨૦૦ લીટર કેરબા સહિત કુલ કિ.રૂ.૫૪૦૦/-ના મુદામાલનો સ્થળ ઉપર નાશ કરવામા આવેલ છે અને મજકુર ઇસમ વિરૂધ્ધ લાઠી પોલીસ સ્ટેશન પ્રોહી.ગુ.ર.ન૧૧૧૯૩૦૩૪૨૫૦૦૭૦/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫-F મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે અને (૬) ભોળાભાઈ મેઘાભાઈ મેર ઉ.વ.૨૮ (ભરવાડ) રહે.લાઠી તા.લાઠી જી.અમરેલી વાળાને ત્યાં PGVCL લાઠીની ટીમ દ્વારા ચેક કરવામાં આવેલ છે.

*સદરહુ કામગીરી લાઠી પોલીસ સ્ટેશનના એસ.એમ.સોની પોલીસ ઇન્સ્પેક્ટર,લાઠી પોલીસ સ્ટેશન તથા લાઠી પોલીસ ટીમ દ્રારા કરવામાં આવેલ છે.*

*અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20250320-WA0175-1.jpg IMG-20250320-WA0173-0.jpg