ઈણાજ જિલ્લા પંચાયતના સભાખંડમાં આંગણવાડીના બાળકોને સુપોષિત બનાવવાના અભિયાન અંતર્ગત પોષણ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પોષણ સંગમ એપ્લિકેશન, મોડ્યુલર અને વાલી કાર્ડની માહિતી આપવામાં આવી હતી.

એન.એન.એમ. યોજનાના નાયબ નિયામક નેહા કંથારિયાએ જણાવ્યું કે બાળકોના પોષણમાં જનભાગીદારી મહત્વની છે. તેમણે પોષણને જીવનશૈલીનો ભાગ બનાવવા પર ભાર મૂક્યો હતો.

રાજકોટ વિભાગના નાયબ નિયામક પૂર્વિ પંચાલે જણાવ્યું કે વાલીઓની ભાગીદારી અને માતા-પિતા દ્વારા બાળકના ખોરાકનું ધ્યાન રાખવું જરૂરી છે.
આઈ.સી.ડી.એસ. અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સંકલિત પ્રયાસો કરવામાં આવશે.

કાર્યક્રમમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કુપોષિત બાળકોની ઓળખ, સારવાર, પોષણ ટ્રેકર અને વિવિધ આયામોની સમજૂતી આપવામાં આવી. સાથે જ પોષણયુક્ત વાનગીઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઉના, તાલાલા, કોડિનાર, વેરાવળ અને સુત્રાપાડાના સી.ડી.પી.ઓ., ડારી સરપંચ, મુખ્ય સેવિકાઓ અને આંગણવાડી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

