ગાંધીનગર એલસીબી-1એ અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે કલોલના સઈજ ગામના મહેશ દંતાણી (24)ની ધરપકડ કરી છે.
આરોપી પાસેથી બાઈક મળી આવ્યું છે. આ બાઈક પર ખોટી નંબર પ્લેટ GJ-18-L-1802 લગાવેલી હતી. બાઈકની કિંમત રૂપિયા 15,000 આંકવામાં આવી છે. આરોપી પાસેથી એક ડુપ્લિકેટ આરસી બુક પણ મળી આવી છે.
ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને એસપી રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ ડી.બી.વાળાની ટીમે કામગીરી કરી હતી. એલસીબીના પીઆઈ એસ.જે.ચૌહાણની ટીમના અ.હેડકોન્સ સુનિલકુમાર મોહનભાઈ અને વુમન પોલીસ કોન્સ્ટેબલ ઝિંકલબેન બળવંતસિંહની બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસે બાઈકની તપાસ કરતા તેના એન્જિન નંબર અને ચેસિસ નંબર પરથી આ બાઈક અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ચોરીનું હોવાનું ખુલ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને અડાલજ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.