Gujarat

રાજકોટ શહેર લોહાનગરમાં બનેલ ગંભીર ઇજા અને જાનથી મારી નાખવાની કોશીષના ગુન્હાના આરોપીને પકડી પાડતી LCB ટીમ.

રાજકોટ શહેર લોહાનગરમાં બનેલ ગંભીર ઇજા અને જાનથી મારી નાખવાની કોશીષના ગુન્હાના આરોપીને પકડી પાડતી LCB ટીમ.

રાજકોટ શહેર તા.૫/૫/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં લોહાનગરમાં ફરીયાદી કિશનભાઇના ઘર પાસે ઉષાબેન એ કચરો નાખતા હોય જે બાબતે ફરીયાદીના પત્ની સાહેદ નયનાબેને તેઓના ઘરની આગળ કચરો નહી નાખવા બાબતે કહેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ભેગા મળી સાહેદ નયનાબેનને તેઓના ઘરની બહાર બોલાવી સાહેદ નયનાબેન તથા ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી તેમજ સાહેદ ગોપાલભાઇને આરોપી શનીએ તેના હાથમા રહેલ છરી વતી કમરથી ઉપરના ભાગે પડખામા ધા મારી ગંભીર ઇજા પહોંચાડી તથા સાહેદ જીવરાજભાઇને મારી નાખવાના ઇરાદે આરોપી કુલદીપભાઇએ ચેઇન ચક્કર ફીટ કરેલ લોખંડનો પાઇપ માથાના ભાગે પાછળ મારી ગંભીર ઇજા પહોચાડી ત્રણેય આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી માર મારવાનો એક સમાન ઇરાદો પાર પાડી, પોલીસ કમિશનર રાજકોટ શહેર નાઓના જાહેરનામાનો ભંગ કરેલ હોય જે બાબતે એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ-૧૧૫(૨), ૧૧૮(૧), ૧૧૮(૨), ૧૦૯, ૩(૫), ૩૫૨, ૩૫૧(૩), જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો દાખલ થયેલ. જેથી ગંભીર ગુન્હાના આરોપીને શોધી કાઢવા સારૂ નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ જગદીશ બાંગરવા નાઓએ સુચના કરેલ હોય, જેથી LCB ઝોન-૨ કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી LCB ઝોન-૨ વિસ્તારમાં ગંભીર ગુન્હાના આરોપીની તપાસમાં હોય, આ દરમ્યાન સંયુકત ખાનગીરાહે મળેલ હકિકત આધારે આરોપી કુલદીપ કિરીટભાઇ પરમાર ને હસ્તગત કરી આગળની કાર્યવાહી સારૂ એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. ફુલદીપ કિરીટભાઇ પરમાર ઉ.૨૨ રહે.લોહાનગર મફતીયાપરા રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250505-WA0034.jpg