રાજકોટ આંબેડકરનગર ખાતેથી તીનપતીનો જુગાર રમતા ૮ ઇસમોને રોકડા મુદ્દામાલ સાથે પકડી પાડતી LCB ટીમ.
રાજકોટ શહેર તા.૨૪/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય. નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ રાકેશ દેસાઈ નાઓએ કોમ્બીંગ દરમ્યાન અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જેથી PSI આર.એચ.ઝાલા તથા LCB ઝોન-૨ કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન LCB ઝોન-૨ કર્મચારીઓને સંયુકત ખાનગીરાહે મળેલ હકિકત કે, ૧૫૦ ફુટ રીંગ રોડ આંબેડકર ચોક આંબેડકરનગર શેરીનં.૨ આરજુ પ્રોવિજન વાળી શેરી ખાતે હસમુખભાઇ રાધવભાઇ પરમાર નાઓ પોતાના રહેણાંક મકાન ખાતે બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાનાવતી તીનપતી નો જુગાર રમી રમાડી પૈસાની હારજીતનો જુગાર રમતા હોવાની હકિકત આધારે રેઇડ કરતા તીનપતીનો જુગાર રમતા કુલ-૮ ઇસમોને ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. રોકડા કુલ-૧,૩૦,૪૦૦ નો મુદ્દામાલ (1) હસમુખભાઇ રાધવભાઇ પરમાર ઉ.૪૭ રહે.આંબેડકનગર શેરીનં.૨ આરજુ પ્રોવિજન વાળી શેરી રાજકોટ (2) રવિ માવજીભાઇ મહીડા ઉ.૨૯ રહે.જયભીમનગર શેરીનં.૬ કાલાવાડ રોડ રાજકોટ (3) ભરતભાઈ ચમનભાઇ સૌમૈયા ઉ.૩૫ રહે.સહજાનંદ વાટીકા શેરીનં.૧૭ હરીપર પાટીયુ રાજકોટ (4) હિતેનભાઇ હીરાભાઇ રાઠોડ ઉ.૪૦ રહે.આંબેડકનગર મેઇન રોડ રાજકોટ (5) ભીખાભાઇ અમરાભાઇ પરમાર ઉ.૪૨ રહે.જયભીમનગર શેરીનં.૭ કાલાવાડ રોડ રાજકોટ (6) ગૌતમભાઇ હીરાભાઇ રાઠોડ ઉ.૪૫ રહે.આંબેડકનગર મેઇન રોડ રાજકોટ (7) રમેશભાઈ હરજીભાઇ સોલંકી ઉ.૪૦ રહે.બાવા ખાખરીયા ગામ તા.કાલાવડ જી.જામનગર (8) રાજેશભાઇ હરજીભાઇ સોલંકી ઉ.૪૩ રહે.બાવા ખાખરીયા ગામ તા.કાલાવાડ જી.જામનગર.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.