આંકોલવાડી તાલાલા સુરત રૂટ માટે એસટી વિભાગ દ્વારા નવી એ સી વોલ્વો બસ શરૂ કરતા તાલાલા પંથક ની મુસાફર જનતા ને સવલત મળી છે સુરત થી આવેલ બસ નું તાલાલા ના માધુપુર અને આંકોલવાડી ગામ ખાતે સ્વાગત કરવા માં આવ્યું હતું.
તાલાલા ના ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તાલાલા થી સુરત 650 કીમી ના લાંબા અંતર ના રૂટ માટે આજે એસી વોલ્વો બસ નો નવો રૂટ શરૂ થતા બસ નું સ્વાગત કરવા માં આવ્યું હતું ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ સામાજિક કાર્યકર વિજય હીરપરા માધુપુર ના સરપંચ વિમલ ભાઈ વડોદરિયા,નાગજી ભાઇ સહિત ના આગેવાનો એ ડ્રાઈવર અને કંડકટર ના મો મીઠા કરાવ્યા હતા ધારાસભ્ય ભગવાન ભાઈ બારડે જણાવેલ કે ગીર પંથક ના લોકો ને સવલત આપવા સરકાર પુરતુ ધ્યાન આપે છે સુરત જવા બસ ને ગ્રીન ફ્લેગ લહેરાવી રવાના કરાઈ હતી તાલાલા અને આંકોલવાડી થી દરરોજ સાત જેટલી ખાનગી બસો સુરત માટે જાય છે ત્યારે થોડા સમય પહેલા સ્લીપર બસ અને આજે વોલ્વો બસ સુરત માટે શરૂ થતા તાલાલા પંથક ની મુસાફર જનતા ને રાહત સાથે સગવડ મળી છે.

