રાણપુરમાં રીયલ સ્પીનટેક્સ કંપની ખાતે મહિલાઓની જાતિય સતામણી નિવારણ અને પ્રતિબંધ અંતર્ગત કાનુની જાગૃતિ શિબીર યોજાઈ
રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદ તેમજ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, બોટાદના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનુની સેવા સમિતી રાણપુરના ચેરમેન અને મહેરબાન મુખ્ય સિવીલ જજ રાહુલ અગ્રવાલ ના અધ્યક્ષ સ્થાને રાણપુરમાં મિલેટ્રી રોડ ઉપર આવેલ રીયલ સ્પીનટેક્ષ કંપનીમાં મોટી સંખ્યામાં તમામ વર્ગના મહિલા કર્મચારીઓ કામ કરતા હોય કાર્યસ્થળ પર મહિલાઓની જાતિય સતામણીના નિવારણ અને પ્રતિબંધ અધિનીયમ-૨૦૧૩ અંતર્ગત કાનુની જાગૃતિ શિબીરનું આયોજન કરવામાં આવેલ.જેમાં તાલુકા કાનુની સેવા સમિતી, રાણપુરના વિદ્વાન વકીલ પી.ઓ.સોનાગરા, કાયદાના વિદ્યાર્થી મિતરાજસિંહ પરમાર, તાલુકા કોર્ટના રજીસ્ટ્રાર ભટ્ટ, કોર્ટ કર્મચારીઓ, રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ તથા કંપનીના મેનેજર અહેસાનભાઈ તેમજ રીયલ સ્પીનટેક્ષ કંપનીના મહિલા તથા પુરૂષ કર્મચારીઓ દ્રારા ઉત્સાહપુર્વક ભાગ લેવામાં આવેલ.કાર્યક્રમ અંતર્ગત જજ સાહેબશ્રી આર.કે.અગ્રવાલ તથા વકીલ સોનાગરા તેમજ કાયદાના વિદ્યાર્થી મિતરાજસિંહ પરમાર દ્રારા કંપનીના મહિલા કર્મચારીઓને “મહિલાઓની જાતિય સતામણીના નિવારણ અને પ્રતિબંધ અધિનીયમ-૨૦૧૩” અન્વયે માહિતગાર કરવામાં આવેલ અને નામદાર સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડીયાના ઔરેલિયાનો ફર્નાન્ડીસ વિરૂધ્ધ ગોવા રાજ્યના કેસમાં કાર્યસ્થળ પર મહિલાઓની જાતિય સતામણી બાબતે આપેલ સિમાચિહ્નરૂપ ચુકાદાની જોગવાઈઓ બાબતે વિગતવાર સમજણ આપવામાં આવી હતી..
તસવીર:વિપુલ લુહાર