Gujarat

ચાંદખેડા વિસ્તારમાં બે માળની મોર્ડન સ્કૂલ અને વાસણામાં લાઇબ્રેરી તેમજ સિવિક સેન્ટર બનાવવા મંજૂરી

18 જૂનના રોજ બુધવારે મળેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે માળની મોર્ડન સ્કૂલ તેમજ વાસણા વિસ્તારમાં રીડિંગ રૂમ અને સિવિક સેન્ટર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.

ચોમાસા દરમિયાન 40 લાખ જેટલા વૃક્ષો વાવવા પાછળ 70 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે જેમાં જીએસટીની રકમ ચૂકવવાને લઈને સવાલો ઉભા થયા હતા જેમાં તંત્રે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે માત્ર વૃક્ષારોપણની મજૂરી ઉપર જ જીએસટી લાગુ પડશે જેથી પાંચ કરોડ રૂપિયાની કોર્પોરેશનને બચત થશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરના ચાંદખેડા વિસ્તારમાં 4.75 કરોડના ખર્ચે બે માળની હતે આધુનિક સુવિધા સાથેની મોર્ડન સ્કૂલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.

ગ્રાઉન્ડફલોરથી બીજા માળ સુધી 8-8 ક્લાસરૂમ હશે. મધ્યાહન ભોજન માટેનો બેસવાનો એરીયા જ્યારે પ્રથમ માળ ઉપર ઇન્ડોર સ્પોર્ટસ રૂમ અને એડમીન રૂમ હશે. જ્યારે બીજા માળ ઉપર કોમ્પ્યુટર લેબ અને પુસ્તકાલય હશે.