Gujarat

જીવદયા પ્રેમીઓએ પીકઅપ ડાલું પકડ્યું, પશુઓને પાંજરાપોળમાં મોકલ્યા

પાલનપુર તાલુકામાં જીવદયા પ્રેમીઓએ કતલખાને જતા 26 પાડાઓને બચાવ્યા છે. સાંગ્રાથી ગોકુળપુરા રસ્તા પર એક પીકઅપ ડાલામાં ભેંસના બચ્ચાઓને ગેરકાયદેસર રીતે લઈ જવાતા હતા.

પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે પાડા-પાડીઓને ખૂબ જ ક્રૂર રીતે વાહનમાં ભરવામાં આવ્યા હતા. તેમને એકબીજા ઉપર એવી રીતે ગોઠવવામાં આવ્યા હતા કે તેમની ચામડી એકબીજા સાથે ઘસાય. આ તમામ પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા.

તાલુકા પોલીસે પીકઅપ ડાલાને કબજે લીધું છે અને બચાવેલા તમામ પશુઓને સુરક્ષિત રીતે પાંજરાપોળ કાંટ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પીકઅપ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. પોલીસે ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.