Gujarat

લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાંચ રોમાંચક મેચો રમાઈ, દર્શકોની સંખ્યા વધી

કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજિત સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-3નો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે.

આ ટુર્નામેન્ટ લિમ્કા બુક ઓફ વર્લ્ડમાં સૌથી મોટી ઓપન ડે-નાઈટ ટુર્નામેન્ટ તરીકે રેકોર્ડ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. ત્રણ માસના સમયગાળામાં 520થી વધુ ટીમો ભાગ લેશે.

30 એપ્રિલ 2025ના રોજ પાંચ રોમાંચક મેચો રમાઈ હતી. પ્રથમ મેચમાં ABU વોરિયર્સ ઇલેવન ભારાપરે સ્ટાર કોસા ઇલેવનને હરાવ્યું.

બીજી મેચમાં શિવ ઇલેવન અંજારે નવાબ ઇલેવન ભુજને પરાજય આપ્યો. ત્રીજી મેચમાં ફાઇટર ઇલેવન ભુજે DLR ઇલેવન સામે વિજય મેળવ્યો.

ચોથી મેચમાં દોસ્તી ઇલેવને કંડલા ઇલેવનને હરાવ્યું. પાંચમી અને અંતિમ મેચમાં તવા સ્ટાર ઇલેવન આદિપુરે જયશ્રી રામ ફાઇટર ઇલેવન સામે વિજય મેળવ્યો. સમગ્ર મેચની વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજાએ સંભાળી હતી.

ટુર્નામેન્ટમાં ખેલાડીઓનો ઉત્સાહ, દર્શકોનું પ્રોત્સાહન અને આયોજકોની સુંદર વ્યવસ્થાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. મેચ દરમિયાન જુરી કમિટીના સભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.