Gujarat

મેંદરડા: ખાતે લોકસભા સાંસદ તાલુકા કક્ષા ખેલ મહોત્સવ બહેનો માટે યોજાયો

મેંદરડા: ખાતે લોકસભા સાંસદ તાલુકા કક્ષા ખેલ મહોત્સવ બહેનો માટે યોજાયો

મહીલા સશકતીકરણ ને સાર્થક કરવા આજે બીજા દિવસે ૪૦ વર્ષથી ઉપરની બહેનો એ લાભ લીધો

મેંદરડા ના જી.પી હાઈસ્કૂલ ખાતે પોરબંદર લોકસભા સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત જીલ્લા પંચાયત પ્રમુખ હરેશ ભાઈ ઠુંમર, સરપંચ જે.ડી ખાવડું, સદસ્યો પરસોતમ ઢેબરીયા, શ્રવણ ખેવલાણી,સુરેશ પાનસુરીયા ભાજપ આગેવાન યશવંત પટોળીયા, મહીલા અગ્રણી ડોલીબેન અજમેરા, વિજયભાઈ પાનસુરીયા સહિત ના આગેવાનો દ્વારા વિધિવત્ દિપ પ્રાગટય કરી કાર્યકમ ખુલ્લો મુકવામાં આવેલ હતો

મહીલા સશકતીકરણ ને સાર્થક કરવા આજે બીજા દિવસે તાલુકા ની ૪૦ વર્ષ થી ઉપર ની મહીલાઓ એ રસ્સાખેંચ માં રાજેસર ની બહેનો એ પ્રથમ અને કૃષ્ણ નગર સોસાયટી મેંદરડા ની બહેનો એ પ્રાપ્ત કર્યો હતો તેમજ અંડર ૧૭ મા પણ બહેનો એ કબડ્ડી,ખોખો,ઉંચી કુદ, વગેરે રમતો માં વિજયઈ પ્રાપ્ત કરી ને મેંદરડા તાલુકા નુ ગૌરવ વધારેલ હતું

ત્યારે આ કાર્યક્રમ ને સફળ બનાવવા તાલુકા કન્વીનર ધનંજય ભાઈ સાવલીયા,વિધાનસભા કન્વીનર ગીરીશભાઈ પાંચાણી સહિત ની ટીમે ખુબજ જહેમત ઉઠાવી હતી ત્યારે આ કાર્યક્રમ ના માધ્યમ થી મહિલાઓ માં રહેલ પ્રતિભા અને મહીલો પણ પુરુષ સમોવડી થયને ખભે ખભો મીલાવી પોતાની અંદર રહેલી સુસુપ્ત શક્તિ બહાર લાવવા પ્રયાસો કરી નારી શક્તિનું ઉદાહરણ આપેલ હતું

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

IMG-20251217-WA0042-4.jpg IMG-20251217-WA0043-2.jpg IMG-20251217-WA0045-3.jpg IMG-20251217-WA0048-1.jpg IMG-20251217-WA0040-0.jpg