રાજકોટ જીલ્લાઓ માંથી ભેંસો (પશુઓ) ચોરી કરતા એક ચોર ઇસમને પકડી પાડતી માલવિયાનગર પોલીસ.
રાજકોટ શહેર તા.૧૩/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સબંધીત ગુન્હાઓમાં વણશોધાયેલ ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીઓ તેમજ નાસતા-ફરતા આરોપી તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય, P.I જે.આર.દેસાઈ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એમ.જે.ધાધલ તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ મીલકત સબંધીત ગુન્હાઓ શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના અજયભાઇ વિક્રમા તથા ભાવેશભાઇ ગઢવી નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદાર મારફતે બાતમી મળેલ કે, છેલ્લા ૧૫ દિવસ દરમ્યાન અલગ-અલગ જીલ્લાઓની વાડી વિસ્તારમાંથી ભેંસોની ચોરીઓ થયેલ હોય તે ચોરી કરવા વાળો ઇસમ હાલમાં સ્વામી વિવેકાનંદ બ્રીજ નીચે પુજા કાસ્ટીંગ નામના કારખાના સામે બોલરો માલવાહક નં-GJ-08-AW-6885 વાળી લઇ ઉભેલ છે જે હકિકત આધારે હકીકત વાળી જગ્યાએથી એક ઇસમને બોલેરો માલવાહક વાહન સાથે પકડી તેની પાસેથી રોકડા રૂપીયા ૫૦,૦૦૦ મળી આવેલ હોય, જે બાબતે પુછ-પુરછ કરતા ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહિ જેથી ઇસમની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેણે જણાવેલ કે છેલ્લા ૧૫ દિવસ દરમ્યાન ધ્રાંગધ્રા વાડી વિસ્તાર તથા હળવદ વાડી વિસ્તાર તથા આટકોટ-ગોંડલ વચ્ચે આવેલ વાડી વિસ્તાર માંથી પોતે તથા પોતાના કાકાના દિકરા (૧) ફારૂક ઉર્ફે કાળુ ગેલાભાઇ પરમાર તથા (૨) વનરાજ ઉર્ફે અર્જુન ગેલાભાઇ પરમાર તથા પોતાના ભાણેજ (૩) રવી રતાભાઇ સીંધવ એમ ચારેય જણાએ સાથે મળી મોડી રાત્રીના સમયે પોતાની પાસે રહેલ બોલેરો ન-GJ-08-AW-6885 લઇ વાડીઓ માંથી ભેંસોની ચોરી કરેલ હોય જે ચોરી કરેલ ભેંસો વેચી નાખેલ હોય તેની ભાગબટાઇના રૂપીયા ૫૦,૦૦૦ પોતાના ભાગમાં આવેલ હોય તે રૂપીયા હોવાની કબુલાત આપતા મળી આવેલ રૂપીયા ૫૦,૦૦૦ તથા બોલેરો વાહન BNSS ની કલમ-૧૦૬(૧), મુજબ કબ્જે કરી ઇસમ વિરૂધ્ધ BNSS ની કલમ-૩૫(૧)(ઇ) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.