રાજકોટ અનડીટેકટ લુંટના ગુન્હાનો ભેદ ગણતરીના કલાકોમા ઉકેલી મહિલાઓને પકડી પાડતી માલવીયાનગર પોલીસ.
રાજકોટ શહેર તા.૧૫/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ગઇ તા.૧૩/૨/૨૦૧૫ ના રોજ રાત્રીના આશરે સવા ૧૨ વાગ્યાની આસપાસ આ કામના ફરીયાદી પોતાની પાસેની રીક્ષા લઇને ૧૫૦ ફૂટ રીંગ રોડ મવડી ચોકડી થી ગોંડલ ચોકડી તરફ જતો હતો ત્યારે રસ્તામાં પુનીતનગર પાણીના ટાંકા પાસે સી.ટી.બસ સ્ટેશન સામે પહોચતાં અજાણ્યી ૨ મહીલાઓએ રીક્ષા ઉભી રખાવી રીક્ષામાં પાછળની સીટ પર બંને મહિલાઓ બેસી ગયેલ જે દરમ્યાન ફરીયાદી સાથે ઝપા-ઝપા કરી રીક્ષામા આગળ સ્ટેન્ડ પર રાખેલ નાર્કો કંપનીનો મોબાઇલ ફોનની લુંટ કરી તથા બે અજાણ્યા પુરૂષોએ પણ આવી રીક્ષા ચાલક સાથે જપા જપી કરી મુંઢ માર-મારી રીક્ષા ચાલકના ખિસ્સામાંથી રોકડા રૂ.૧૭૦૦ ની લુંટ કરી ભાગી ગયેલ હોય. જે લુંટનો બનાવ બનવા પામેલ હતો આ કામે રીક્ષા ચાલક ફરીયાદીએ ૨ અજાણ્યી મહિલા તથા ૨ અજાણ્યા પુરૂષો વિરૂધ્ધ ફરીયાદ આપતા જે બાબતે માલવીયાનગર પોલીસ સ્ટેશનમા BNS એક્ટ કલમ-૩૦૯(૬) ૧૧૫(૨) ૫૪ મુજબનો ગુન્હો જાહેર થયેલ હતો. રાજકોટ શહેર પોલીસ કમીશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમીશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમીશનર ઝોન-૨ જગદીશ બાંગરવા નાઓએ ગુન્હાના કામે અજાણ્યા મહિલા તથા પુરૂષો ઇસમોને પકડી પાડી ગુન્હો ડીટેકટ કરવા સુચના કરેલ હોય. જે બાબતે P.I જે.આર.દેસાઈ ના સીધા માર્ગદર્શન હેઠળ માલવીયાનગર પો.સ્ટે.ની સર્વેલન્સની અલગ-અલગ ટીમો બનાવવામાં આવેલ જેમા એક ટીમ બનાવ બનેલ તે જગ્યાના CCTV ચેક કરવા તેમજ બીજી ટીમ શંકાસ્પદોને ચેક કરવા ટેકનીકલ રાહે માહિતી મેળવવા અંગેની કામગીરી સોંપવામા આવેલ હતી આ ગુન્હાના આરોપીઓને શોધી કાઢવા તપાસ ચાલુ હતી તે દરમ્યાન સર્વેલન્સ ટીમના PSI એસ.એ.સીન્ધી તથા સર્વેલન્સ ટીમના માણસો પૈકી અજયભાઇ વીકમા, દિનેશભાઇ બગડા, મનીષભાઇ સોઢીયા, જયદિપસિંહ ભટ્ટી, મયુરદાન બાટીના નાઓને સયુંકત રીતે ખાનગી હકિકત મળેલ કે ગઇ તા.૧૩/૨/૨૦૨૫ ના મોડી રાત્રીના પુનીતનગર પાણીના ટાંકા પાસે સી.ટી.બસ સ્ટોપ પાસે એક રીક્ષા ચાલકની બે મહિલાઓએ રીક્ષા ઉભી રખાવી તેની બે મહિલાઓ રીક્ષામા બેસી જઇ બાદ બે પુરૂષો આવી રીક્ષા વાળા સાથે જપા જપી કરી તેની રીક્ષામા રહેલ મોબાઇલ ફોન તથા રોકડા રૂપીયાની લુંટ કરેલ હોય જે પૈકી બંને લુંટમા સામેલ મહિલાઓ હાલ રાજકોટ પુનીતનગર પાાણીના ટાંકા પાસે હાજર છે જે બંને મહિલાઓ આશરે ૩૫ થી ૨૫ વર્ષની છે જે આધારે પુનીતનગર પાાણીના ટાંકા પાસેથી મહિલાઓને પકડી તેની પાસેથી લુંટમા ગયેલ મોબાઇલ ફોન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહિ કરી અનડીટેકટ લુંટના ગુન્હો ડીટેઇક કરવામા આવેલ છે તેમજ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે. (1) સુમીબેન ઉર્ફે સુમા પરબતભાઇ મગનભાઇ વાઘેલા ઉ.૩૫ રહે.પુનિતનગર પાણીના ટાંકા પાસે ઝુપડામા ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ (2) કાજલબેન ઉર્ફે સોનલ અમરભાઇ રણજીતભાઇ સાડમીયા ઉ.૨૦ રહે.૧૫૦ ફૂટ રીંગ રોડ પુનિતનગર પાણીના ટાંકા પાસે ઝુપડપટ્ટીમાં રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


