રાજકોટ ઘોડીપાસાના જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી માલવીયાનગર પોલીસ.
રાજકોટ શહેર તા.૨૨/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહી/જુગારની પ્રવૃતી કરતા ઈસમોને પકડી પ્રોહી/જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય. જે અન્વયે P.I જે.આર.દેસાઇ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના ડી.એસ.ગજેરા તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પ્રોહી/જુગાર શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના દિનેશભાઇ બગડા, ભાવેશભાઈ ગઢવી નાઓને સંયુકત રીતે તેમના ખાનગી બાતમીદાર મારફતે મળેલ હકીકત આધારે, રાજનગર ચોકથી આગળ સુખસાગર ડેરીની સામે જાહેરમા ઘોડીપાસાનો પૈસાની હાર-જીતનો જુગાર રમતા પ ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (1) કૃષ્ણસિંહ ભરતસિંહ જાડેજા રહે.લક્ષ્મીનગર આવાસ યોજના કર્વાટર નં.૩ રાજકોટ (2) કિશોરભાઇ કલાભાઇ મુછડીયા રહે.મેઘમાયાનગર શેરીનં.૧ રાજનગર ચોક નાનામવા રોડ રાજકોટ (3) કિશનભાઇ ધનજીભાઇ ગોગીયા રહે.લક્ષ્મીનગર આવાસ યોજના કર્વાટર નં.૨૮૭૪ બ્લોક નં.૩ રાજકોટ (4) મહેન્દ્રભાઇ દિનેશભાઈ સોરાણી રહે-રાજનગર સોસાયટી શેરીનં.૨ રાજનગર ચોક રાજકોટ (5) ઇકબાલભાઇ કાસમભાઇ ફલાણી રહે.તીરુપતી સોસાયટી શેરીનં.૧ હનુમાન મઢી રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.