રાજકોટ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમા સંડોવાયેલ ઇસમના મકાનમાંથી દારૂનો જથ્થો શોધી કાઢતી માલવીયાનગર પોલીસ.
રાજકોટ શહેર તા.૧૪/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં અગામી સમયમા તહેવારો અનુસંધાને પ્રોહી/જુગારની પ્રવૃતીને નેસ્ત નાબુદ કરવા સારૂ રાજકોટ શહેર ખાતે પ્રોહીના વધુને વધુ કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય, P.I જે.આર.દેસાઇ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડના અધીકારી/કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અજયભાઇ વિકમા તથા ભાવેશભાઇ ગઢવી નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે આંબેડકરનગર શેરીનં.૩ ખાતે યશ પાન નામની દુકાનની સામે રહેતો અને અગાઉ પ્રોહીબીશનના ગુન્હાઓમા પકડાયેલ પ્રકાશ સુરેશભાઇ રાઠોડએ પોતાના રહેણાંક મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો વેચાણ કરવા રાખેલ છે જે બાતમી વાળી જગ્યા આંબેડકરનગર શેરીનં.૩ યશ પાન નામની દુકાન સામે આરોપીના રહેણાંક મકાન ખાતે રેઇડ કરતા ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. પ્રકાશભાઈ સુરેશભાઇ રાઠોડ ઉ.૩૫ રહે-આંબેડકરનગર શેરીનં-૩ યશ પાન સામે એસ.ટી.વર્કશોપ ગોંડલ રોડ, રાજકોટ. ઈંગ્લીશ દારૂના ચપ્લા નંગ-૨૮૮ કિ.૩૮,૪૬૦ માલવીયાનગર પ્રોહી કલમ-૬૫(એ)(એ), ૧૧૬(બી) મુજબ ગુનો દાખલ કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.