રાજકોટ ઉત્તરાયણના પર્વ નીમીતે વૃધ્ધ મહીલાના સોનાના દાગીના/રોકડ રકમ ઓટો રીક્ષામા ભુલાઇ ગયેલ હોય તે શોધી કાઢતી માલવીયાનગર પોલીસ.
રાજકોટ શહેર તા.૪/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં ગત તા.૧૩/૧/૨૦૨૫ ના ઉત્તરાયણ પર્વ નિમીતે એક વૃધ્ધ મહીલા જયાબેન દામજીભાઇ મુંગરા ઉ-૬૬ રહે.-“સતકર્મ” બ્લોક નં સી/૨૩ અભીરામ પાર્ક શેરીનં.૩ ફીલ્ડમાર્શલ વાડી પાસે, રામપાર્ક સામે, જુનો મોરબી રોડ રાજકોટ શહેર વાળાઓ ધર્મેન્દ્ર રોડ ખાતે ખરીદી કરીને ત્રીકોણબાગ ખાતેથી એક ઓટો રીક્ષામા બેસેલ હોય અને તે રીક્ષામા પોતાનુ બેગ રાખેલ હોય અને પોતાના દિકરાના ઘરે અક્ષર વાટીકા ૪૦ નો રોડ SKP સ્કુલની બાજુમા જતા હોય અને ઓમનગર સર્કલ પાસે રીક્ષામાંથી ઉતરેલ હોય અને પોતે વૃધ્ધ હોય અને ઉતાવળમા રીક્ષામા પોતાનુ બેગ ભુલી ગયેલ હોય અને બાદમા માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે આવીને આ બાબતે જાણ કરતા બનાવની જાણ ઉપરી અધીકારીઓને કરતા, પોલીસ કમીશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમીશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પો.કમી. જગદીશ બાંગરવા નાઓએ બનાવ બાબતેની ગંભીરતા ધ્યાને લેતા ત્વરીત કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. જેથી P.I જે.આર.દેસાઇ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડના ડી.એસ.ગજેરા તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી અરજદાર ત્રીકોણબાગ ખાતેથી રીક્ષામા બેસેલ હોય અને ઓમનગર સર્કલ પાસે ઉતરેલ હોય તે રસ્તા વચ્ચેના ત્રીકોણબાગ થી બસ સ્ટેન્ડ, મક્કમ ચોક, શ્રી વિવેકાનંદ બ્રીજ, આનંદ બંગ્લા ચોક, મવડી ચોકડી, ઓમનગર સર્કલ ખાતેના તમામ CCTV કેમેરાઓ ચેક કરી તલસ્પર્શી તપાસ કરતા વૃધ્ધ મહીલા જે રીક્ષામા બેસેલ હોય તે રીક્ષાની તપાસમા હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના પો.હેડ.કોન્સ જયદેવસિંહ પરમાર, મનીષભાઇ સોઢીયા, ચીત્રકેતુસિંહ ઝાલા નાઓના માહીતીના આધારે અરજદાર વૃધ્ધ મહીલા જે રીક્ષામા બેસેલ હોય તે રીક્ષા ચાલકને શોધી કાઢી પુછપરછ કરતા તેઓએ જણાવેલ હોય કે, તેઓ ગઇ તા.૧૩/૧/૨૦૨૫ ના રોજ ત્રીકોણબાગ ખાતેથી પેસેન્જરો ને બેસાડેલ હોય અને જે બેસેલ પેસેન્જરો માથી કોઇ પેસેન્જરની બેગ પોતાની રીક્ષામા ભુલાઇ ગયેલ હોય જેથી તે બેગ પોતાની પાસે રાખેલ હોય જેથી તેઓ પાસેથી ઉપરોકત અરજદારના આશરે અઢી તોલાના દાગીના જેમા એક સોનાની મગ માળા અને એક વીટી તથા કાનમાં પહેરવાની એક કાનસેર જે તમામ દાગીનાની અંદાજી કી.રૂ.૨,૦૦,૦૦૦ તથા રોકડ રૂ.૭,૫૦૦ તથા એક મોબાઇલ ફોન તથા દવાઓ અને કપડાઓ ભરેલ બેગ મેળવી અરજદારને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી દાગીનાની ખરાઇ કરી તેઓને સોંપી આપેલ છે. પોલીસ દ્વારા તલસ્પર્શી કાર્યવાહી કરી અરજદાર વૃધ્ધ મહીલાના સોનાના દાગીના તથા રોકડા રૂપીયા તેમજ મોબાઇલ ફોન, દવાઓ, કપડાઓ ભરેલ બેગ શોધી કાઢી તેઓને પરત સોંપી આપી માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા “પોલીસ પ્રજાનો મીત્ર છે.” એ સુત્ર સાર્થક કરેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.