રાજકોટ શહેર ઇસમોને જુગાર રમતા પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માલવિયાનગર પોલીસ.
રાજકોટ શહેર તા.૧૧/૬/૨૦૨૫ ના રોજ આજરોજ તા.૧૧/૬/૨૦૨૫ ના સર્વેલન્સ સ્કોડના અધીકારી/કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના અજયભાઇ વિક્રમા, મથુરદાન બાટી, ભાવેશભાઇ ગઢવી, જયદિપસિંહ ભટ્ટી નાઓને તેઓના ખાનગી બાતમીદાર મારફતે મળેલ ચોક્કસ હકીકત આધારે રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ આંબેડકરનગર શેરીનં.૫, “જય માતાજી” નામના મકાનમાં તીનપતીનો જુગાર રમતા આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારાનો ગણાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (1) વાલજીભાઇ ભલાભાઈ ગોહેલ ઉ.૫૩ રહે.“જય માતાજી” મકાન આંબેડકરનગર શેરીનં.૫ રામદેવપીરના મંદીરથી આગળ, ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ. (2) દિલાવરભાઇ સલીમભાઇ મકરાણી ઉ.૩૩ રહે.-નવી ઘાંચીવાડ શેરીનં.૪, મુસ્તાકભાઈના મકાનમા ભાડેથી જીલ્લા ગાર્ડન ચોક પાસે રાજકોટ (3) કમલેશભાઇ ઉફે નાથો ઇશ્વરભાઈ નિમાવત ઉ.૩૫ મુળ રહે.વીનાયકનગર શેરીનં.૧૩ મહાકાળી મંદીરની બાજુમા મવડી પ્લોટ રાજકોટ (4) શોકતભાઇ હુશેનભાઇ કરગથરા ઉ.૩૮ રહે.નવી ઘાંચીવાડ શેરીનં.૬ જીલ્લા ગાર્ડન ચોક પાસે રાજકોટ (5) અલ્તાફભાઇ અબ્દુલભાઇ ગોગદા ઉ.૩૬ રહે.અંકુર સોસાયટી શેરીનં.૫, ભવાની ચોક, કોઠારીયા મેઇન રોડ રાજકોટ (6) હર્ષદભાઇ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયા ઉ.૪૬ રહે.દેવપરા ભવાની ચોક અંકુર સોસાયટી શેરીનં.૨ “વાઘેશ્વરી કૃપા” અંકુર વાડીની બાજુમા કોઠારીયા રોડ રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

