Gujarat

મેંદરડા કોર્ટ નો મહત્વ નો ચુકાદો

મેંદરડા કોર્ટ નો મહત્વ નો ચુકાદો

પોલીસે આરોપી ઓ વિરૂધ્ધ ગંભીર ગુનાઓ ની કલમો લગાડી ચાર્જશીટ કરેલ હોવા છતા ચાલતા કેસ દરમ્યાન જ ગંભીર કલમોનો ગુનો ચાલતા કેસ માંથી કાઢી નાખતી કોર્ટ : મેંદરડા કોર્ટનો મહત્વનો ચુકાદો

પ્રાપ્ત વિગતો મુજબ તા.ર૯/૦૭/ ર૦ર૪ ના રોજ મેંદરડા નાં સાતવડલા માં રહેતા બે પરીવારો વચ્ચે ગંભીર મારા મારીનો બનાવ બનેલ હતો. જેમાં ફરીયાદીનાં સાસુ ને આરોપી વિજય ઉર્ફે નરેશ કાંતિ જાદવે હાથની આંગળી માં બટકુ ભરતા આંગણી કપાઈ ગયેલ હતી અને ગંભીર ઈજા કરેલ હતી. જે સંદર્ભે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૮(ર) તથા ૧૧૮(૧) (જુના કાયદાની કલમ ૩ર૬ અને કલમ ૩રપ) જેવી ગંભીર ગુનાની કલમો નો ગુનો ગણીને આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરેલ હતી. જેથી મેંદરડાની નામદાર અદાલતે આરોપીઓ વિરૂધ્ધ કેસ ચલાવવાનો હુકમ કરેલ હતો.જે કેસમાં આરોપી પક્ષે વકીલ સુરેશ પરમાર રોકાયેલ હતાં.

આરોપીઓનાં વકીલે આરોપીઓ વિરૂધ્ધ કેસ ચાલે તે પહેલા જ કોર્ટ સમક્ષ અરજી કરીને પોલીસે આરોપીઓ વિરૂધ્ધ લગાડેલ કલમો ખોટી રીતે લગાડી દીધેલ હોવાની અને બનેલ બનાવમાં કાયદાકીય જોગવાઈઓ જોતા હાલનાં ગુનામાં પોલીસે લગાડેલ બી.એન.એસ. ની કલમ ૧૧૮(ર) તથા ૧૧૮(૧) જેવી કલમો લાગુ પડતી નથી. જેથી આરોપીઓ વિરૂધ્ધ આવી કલમો મુજબનું કામ ચલાવી શકાય તેમ નથી.

બાદમાં નામદાર અદાલતે આરોપી પક્ષનાં વકીલ સુરેશ પરમાર તથા સરકારપક્ષનાં વકીલશ્રીને વિગતવાર સાંભળ્યા હતાં. આરોપીપક્ષે વકીલ સુરેશ પરમારે પોતાની અરજી અને આરોપીઓ નાં બચાવમાં ધારદાર દલીલો કરેલ હતી તથા પોતાની દલીલનાં સમર્થનમાં નામદાર સુપ્રીમ કોર્ટનાં ચુકાદાઓ પણ આપેલ હતાં. બન્ને પક્ષને જીણવટભરી રીતે સાંભળ્યા બાદ નામદાર અદાલતે ખુબ જ મહત્વનો ચુકાદો આપતા આરોપીઓ વિરૂધ્ધ બી.એન.એસ. કલમ ૧૧૮ (૧) તથા ૧૧૮(ર) મુજબની કમલો બાબત આરોપીઓને ડીસ્ચાર્જ કરેલ હતાં.ચુકાદા બાદ આરોપીનાં વકીલ સુરેશ પરમારે પ્રતિક્રિયા આપતા જણાવેલ હતું કે, સામાન્ય રીતે લોકો એવુ જ માનતા હોય છે કે જયારે કોઈ વ્યકિત વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં કોઈ ફરીયાદ નોંધાય ત્યારે પોલીસ જે કલમો લગાડે એ કલમો મુજબ જ કેસ ચાલે. પરંતુ હકીકતો એવી નથી. પોલીસે બનાવ માંથી નિષ્પન્ન થતી કલમો જ લગાડવાની હોય છે અને જો પોલીસે કોઈ ભૂલ કરેલ હોય કે પોલીસે બનાવમાં લાગુ પડતી કલમોની જગ્યાએ બીજી જ કલમો લગાડેલ હોય ત્યારે આવી કલમોને હટાવી દેવાની સતા કોર્ટને હોય છે. જો કોઈ સારા વકીલની સલાહ લેવામાં આવે અને કાયદાકીય પ્રક્રિયા આદરવામાં આવે તો ન્યાય જરૂર થી મળતો હોય છે.

રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા

IMG-20250714-WA0048.jpg