Gujarat

મેંદરડા : દશનામ સાધુ સમાજના મહેશ ગીરી અપારનાથી એ જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો

મેંદરડા : દશનામ સાધુ સમાજના મહેશ ગીરી અપારનાથી એ જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો

પશ્ચિમી સંસ્કૃતિ નો ત્યાગ કરી સમાજ ઉપયોગી યોગદાન આપી જન્મ દિવસ ઉજવ્યો

મેંદરડા દશનામ સાધુ સમાજ ના આગેવાન અને જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર ના પીએ મહેશગીરી બાપુ અપારનાથી એ પોતાના જન્મદિવસ ની અનોખી રીતે ઉજવણી કરી સમાજ અને આજ ના આધુનિક જમાનામાં લોકો વિવિધ રીતે જન્મદિવસ ની ઉજવણી કરી હજારો રૂપિયા વેડફીને ઉજવણી કરતા હોય છે જેને સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરી અનોખી રીતે ઉજવણી કરેલ છે

ત્યારે મહેશ ગીરી બાપુ દ્વારા એક નવીનતમ પહેલ કરી સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં આવેલ હતી જેમાં મેંદરડા દશનામ સાધુ સમાજના આગેવાન મહેશ બાપુ નો જન્મ દિવસ હોય જેને એક એવો વિચાર આવ્યો કે આજે સમાજમાં ચારે તરફ પશ્ચિમી સંસ્કૃતિની લાહય લાગી રહી છે ત્યારે સમાજ માટે અને સમાજને લગતી પ્રવૃત્તિ કરવી જોઈએ જેના માટે મેંદરડા ખાતે આવેલ દશનામ સાધુ સમાજ ની સમાધિસ્થાન આવેલ છે જે આપણી સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે તો આ સમાધિ સ્થાનની સફાઈ અને જાળવણી કરવાની આપણી નૈતિક જવાબદારી હોય છે

ત્યારે અહીં દશનામ સાધુ સમાજ ના વડવાઓની સમાધિઓ છે દરેક સમાધિને વંદન કરીને સમાધિસ્થાની સફાઈ કરવામાં આવી સમાજને એક એવો મેસેજ આપ્યો છે કે જન્મ દિવસમાં ખોટા ખર્ચાઓ કરવા તેને બદલે સમાજ ઉપયોગી કામ કરીને આપણી સંસ્કૃતિની જાળવણી અને જતન કરવું જોઈએ જે જન્મ દિવસ ની અલગ રીતે ઉજવણી કરી સમાજ ને સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

IMG-20250928-WA0052-1.jpg IMG-20250928-WA0050-0.jpg