મેંદરડા : સોનાપુરી સેવા સમિતિ દ્વારા પ્રાંત કચેરી ખાતે લેખિત આવેદનપત્ર પાઠવેલ
સોનાપુરીની સંરક્ષણ દિવાલ ધરાસાઈ થતા અને ડાયવર્ઝન તાત્કાલિક ખસેડવા માંગ કરાય
તાજેતરમાં મેંદરડા તાલુકા સહિત પંથકમાં જળ હોનારતની સ્થિતિ સર્જાઈ છે ત્યારે મેંદરડા મધુવંતી નદીના કાંઠે આવેલ સોનાપુરી ને પણ ખુબ મોટુ નુકસાન થવા પામેલ છે ત્યારે સોનાપુરી સેવા સમિતિ દ્વારા મેંદરડા પ્રાંત અધિકારી ને લેખિત માંગ કરવામાં આવી છે કે મધુવંતી નદીમાં ઘોડાપૂર આવવાના કારણે સોનાપુરી માં પૂર સંરક્ષણ દિવાલ ધરાસાઈ થતાં સંપૂર્ણ દીવાલ નષ્ટ થવા પામી છે જેનું પ્રાંત અધિકારી અથવા તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ કરી જરુરીયાત મુજબ કામગીરી હાથ ધરવામાં આવે તેવી લેખિત માંગ કરવામાં આવેલ છે
તેમજ મધુવંતી નદી પર નવો પુલ બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે નવા પુલની બાજુમાં જ ડાયવર્ઝન બનાવવા માં આવેલ હતું જે તંત્ર દ્વારા હટાવવામાં આવેલ હતું નહીં જેના લીધે નદીમાં ઘોડાપૂર આવતા નદીનો પ્રવાહ સોનાપુરી તરફ વળતા સોનાપુરી ને મોટું નુકસાન થયેલ છે અને હજુ પણ આવનારા દિવસોમાં નદી વચ્ચે આવેલ ડાયવર્ઝન દૂર કરવામાં નહીં આવે તો હજુ પણ વધુ નુકસાન થવાની શક્યતા છે અને સોનાપુરીમાં રહેલ છાપરી સહિત ને વધુ નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે માટે વધુ નુકશાન ન થાય તે માટે તાત્કાલિક ધોરણે નદી વચ્ચેનું ડાયવર્ઝન દૂર કરવામાં આવે તેવી સોના પૂરી સેવા સમિતિ અને લોકો દ્વારા માંગ કરવામાં આવેલ છે
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા