Gujarat

મેંદરડા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્રરોષ સાથે મામલતદાર અને પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવેલ

મેંદરડા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્રરોષ સાથે મામલતદાર અને પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવેલ

યુ ટ્યુબ સ્વમાન ચેનલના તુષાર બસિયા દ્વારા ગેબીનાથ જગ્યા મુદ્દે ટિપ્પણી કરતા ઉગ્રરોષ ભભુકી ઉઠતાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ

મેંદરડા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ અને અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા મેંદરડા પ્રાંત અને મામલતદાર કચેરી ખાતે લેખિત આવેદન પત્ર પાઠવવામાં આવેલ જેમાં ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવેલ છે કે તાજેતરમાં સ્વમાન યુ ટ્યુબ ચેનલ ના પત્રકાર તુષાર બસિયા દ્વારા અનેક ધર્મપ્રેમી અને બહોળો સેવક ગણ ધરાવતી આદિ અનાદિ થી સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરી ગાય,ગરીબ, નિરાધાર, સાધુ સંતો નો જ્યાં કાયમી આશરો રહ્યો છે અવિરત અનેકવિધ સેવાકીય કાર્યો અને જતન થઈ રહ્યું છે તેવી ગેબી પરંપરાની દેહાણ જગ્યા કે જે ચલાળા,સતાધાર,પાળીયાદ વગેરે અનેક દેહાણ પરંપરા જગ્યાઓની ગુરુગાદી ધરાવે છે તેવી જ રીતે ગેબીનાથ ની જગ્યા અને ગેબીનાથની પરંપરા ના વાહકો સામે યુ ટ્યુબ ચેનલના માધ્યમથી તુષાર બસિયા દ્વારા પોતાની કોઈ અંગત મંચ્છાને સિદ્ધ કરવા બેફામ વાણી વિલાસ કરી આ સેવાની કાયમી જ્યોત જગાવનાર ગેબી પરંપરા વિરુદ્ધ બેફામ વાણી વર્તન અને ટીપ્પણી કરી લાખો ભાવિક ભક્તો ની લાગણી દુભાવવાની ચેષ્ટા કરવામાં આવેલ લાખો ભક્તોના ગુરુસ્વર્ય સમાન જાદરાબાપુ તેમના ગાદીપતિશ્રીઓ વંશ વારસો વિરુદ્ધ નિમ્ન કક્ષાના શબ્દનો પ્રયોગ કરતા ભક્તો સ્તબ્ધ થયા છે

ત્યારે મેંદરડા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ સહિત અનેક ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચાડનાર ની સામે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું અને અંતમાં જણાવેલ હતું કે સંસ્કૃતિનું અને દેહાળ પરંપરાનું વારંવાર અપમાન અને બદનામ કરનાર સામે તાકીદે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો મજબૂર થઈ ના છૂટકે ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

IMG-20250702-WA0070-1.jpg IMG-20250702-WA0068-2.jpg IMG-20250702-WA0069-0.jpg